ભાજપમાં જોડાઈને જયાપ્રદાએ વડાપ્રધાન મોદી માટે શું કહ્યું? Video

સમાજવાદી પાર્ટીની ટિકીટ પર સાંસદ રહી ચૂકેલા અભિનેત્રી જયાપ્રદાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે. મંગળવારે બીજેપીના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલૂનીએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. બીજેપી જોઈન કર્યા બાદ જયાપ્રદાએ કહ્યું કે, આ મારા જીવનનું મહત્વનું પગલુ છે. બીજેપીએ મને સન્માનની સાથે બોલાવ્યા છે, તેના માટે હું પાર્ટીની આભારી છું. હું પહેલીવાર રાષ્ટ્રીય પાર્ટીમાં આવી છું. મને દેશા બહાદુર નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવવાનો મોકો મળ્યો છે.

Trending news