Rain Forecast: ચોમાસું અત્યારે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. તો બીજીતરફ રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમી સામનો કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગરમીની વચ્ચે જ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
Gujarat Monsoon 2026: ચોમાસું કેરળ પહોંચ્યા બાદ છેલ્લા 5 દિવસમાં 13 રાજ્યોને આવરી લીધા છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં હાલ ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિ હવે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
Monsoon New Forecast: એપ્રિલની ભયંકર આગાહીઓ પછી, આ અચાનક હવામાન પરિવર્તન, પ્રશાંત મહાસાગરમાં નોંધપાત્ર ફેરફારોને કારણે છે. એપ્રિલમાં દુષ્કાળનો ભય ઉભો કરનાર અલ નીનો પર રાહત આપનારી આગાહી કરી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને રાહતના સમાચાર આપ્યા છે. પરંતુ આ રાહત ખેડૂતો માટે ચિંતાનું કારણ પણ બની શકે છે. કારણ કે ઉનાળુ પાક અને ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. શું છે હવામાન વિભાગની આગાહી અને શું કહે છે આગાહીકાર અંબાલાલ પટેલ? ચાલો જાણીએ.
IMD Rain Alert : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 15 જેટલા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 42થી 44 ડિગ્રી પાર પહોંચ્યું છે અને લોકો તપતા તડકામાં દાઝી રહ્યા છે. રસ્તાઓ સુમસામ બન્યા છે અને બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ શું નવી આગાહી?
Ambalal Patel Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ત્યારે હવે બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી.
Ambalal Patel Forecast: રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ બતાવી રહ્યો છે. એક તરફ આકરી ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. આ આગાહી સામે આવતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.
Gujarat Rain Agahi: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો તાપ છે, તો બીજી તરફ વાતાવરણ અચાનક પલટી મારતું જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો શું છે હવામાનનો તાજો અંદાજ? ખેડૂતો માટે આ બદલાતું વાતાવરણ કેટલું જોખમી બની શકે? હવામાન વિભાગે શું કરી છે નવી આગાહી.
Gujarat Rain Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની સંયુક્ત અસરને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં વધારા સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના મતે 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ (છૂટાછવાયા) વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ (ગાજવીજ) સાથે વરસાદની આગાહી છે. આટલું જ નહીં, 2 અને 3 તારીખે ફરી એકવાર રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે.
ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે, બીજીતરફ હવામાન વિભાગે આગાહી ત્રણ કલાક માટે આગાહી કરી છે.
18મી માર્ચથી 20 માર્ચ દરમિયાન માવઠાની આગાહી છે.
Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અને વાદળછાયા વાતાવરણની અસર જોવા મળી છે. જેના કારણે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather: વસંત ઋતુના આગમન સાથે ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન 12 રાજ્યોમાં હવામાન બગડવાની સંભાવના છે. પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જ્યારે આગામી 48 થી 72 કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. તેવી રીતે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે.
Gujarat Weather Forecast: હોળીના દિવસો નજીક આવી રહ્યા છે. સૂર્યદેવ અત્યારથી જ લોકોને આકરી ગરમીનો પરચો દેખાડી રહ્યા છે. તેવા સમયે વગર સિઝને આવેલા વરસાદે ચિંતા વધારી દીધી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના માથે સંકટના વાદળ છવાયા છે. બીજી તરફ હવામાન વિભાગે તો હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે.
Gujarat Weather Update : પશ્વિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારત સહિત મેદાની રાજ્યમાં મોસમનો મિજાજ ફરી બગડ્યો છે. દિલ્હી એનસીઆર સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ભારે પવન સાથે છાંટા પડ્યા છે. ગુજરાતમાં પણ હાલ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય હોવાને કારણે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ પછી, પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઠંડીનું પ્રમાણ જળવાઈ શકે છે.
Ambalal Patel Mavthu Forecast: ગુજરાતમાં ગરમી વધવાની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારો તો સતત વધશે જ અને સાથે આવતીકાલ એટલે કે 17 ફેબ્રુઆરીથી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળિયું વાતાવરણ રહી શકે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાકને સાચવવાની સલાહ આપી છે. મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં અનેક પાકો તૈયાર થઈ ગયા છે, તેના પર વરસાદ પડે તો ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતિ છે, ત્યારે આંબા પર મોર પણ આવી ગયા જેના કારણે જો હાલ માવઠું પડે તો, કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે.
Gujarat Weather: ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ એટલે કે 10 અને 11 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
Ambalal Patel ni Agahi: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદર શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારો તેમજ દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
IMD Alert : આ અઠવાડિયે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી રહેશે. IMDએ દિલ્હીથી ચેન્નાઈ સુધીના ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે.
Ambalal Patel: ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડી શરૂ થવાની છે. હવે ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ઠંડીનો અનુભવ થશે. પરંતુ નવેમ્બર મહિનામાં હજુ કમોસમી વરસાદ આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જુઓ આગામી કેટલા દિવસ સૌરાષ્ટ્ર કચ્છ તથા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.