મધુ શ્રીવાસ્તવની ધમકી : મંદિર માટે મંજૂરી ન આપનારા અધિકારીઓને મારીશ લાફો

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મંદિર બનાવવા બાબતે કૌશિક પટેલ સાથે વાત થઈ છે પરતું અધિકારીઓ કૌશિક પટેલનું પણ સાંભળતા નથી. અધિકારીઓને રૂપિયા નથી મળતા એટલે ‘જોઈશું કરીશું...’ તેવા જવાબ આપે છે. સરકાર મંજૂરી આપે કે ન આપે હું મંદિર બનાવીને જ રહીશ. તો સાથે જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપી કહ્યું કે, મંદિર માટે મંજૂરી ન આપનારા અધિકારીઓને લાફો મારીશ. અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

Trending news