ઓનલાઇન ગિફ્ટના ચક્કરમાં જામનગરમાં તબીબને 11 લાખ ફટકો
જામનગરની જીજી હોસ્પિટલના તબીબ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. તબીબે ઓનલાઇન છેતરપિંડીમાં રૂપિયા 11.71 લાખ ગુમાવ્યા. ઓનલાઇનમાં ગિફ્ટ મેળવવાની લાલચે રૂપિયા ભર્યા હતા. જામનગરમાં ઓનલાઇન છેતરપિંડીનો સતત ત્રીજો બનાવ સામે આવ્યો છે. તબીબે સિટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.