શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરના કડીયા ફડિયાની સમસ્યા

જીલ્લાની એક માંત્ર નગરપાલિકા છે છોટાઉદેપુર નગર પાલિકા ...જીલ્લો બન્યા બાદ પાલિકાની ગ્રાન્ટો માં સારો વધારો થયો છે ત્યારે પાલિકા તરફથી નગરના વિકાસ અને નાગરીકોની પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી આયોજન તો કરવામાં આવે છે પરંતુ હજુ પણ નગરમાં એવા વિસ્તારો છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇ ત્રસ્ત છે , કડિયા ફળિયાના રહીશો ની ફરિયાદ છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા , પેવર બ્લોક બેસાડવાના કામ થયા છે , સ્ટ્રીટ લાઈટ ની પુરતી સુવિધા છે પરંતુ જરૂરી એવી ગટર વ્યવસ્થા આજ દિન સુધી નથી કરવામાં આવી જેને લઇ તેઓ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મચ્છરો નાં ત્રાસનો ભોગ બની રહ્યા છે , સરકાર તરફથી બનાવાયેલા સૌચાલય ભંગાર હાલત માં છે જેને લઇ આજે તેઓ તેનો ઉપયોગ નથી કરી કરી શકતાં અને સૌચ માટે નદીમાં જવું પડે છે.

Trending news