સુરત: ભારે વરસાદના પગલે ફસાયેલાં માલધારીઓ અને પશુઓનું કરાયું રેસ્ક્યુ
ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. જેને પગલે કામરેજ અને માંગરોળ તાલુકામાં પાણી પાણી થઇ ગયા હતા. ખાસ કરીને મોટી પારડીથી ભરણ ગામ જવાના માર્ગ પર અને કોસંબા લીંબાળા જવાના માર્ગ પાર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વાહન ચાલકો રસ્તા પરથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં મોટી પારડી ગામની સીમમાં માલધારીઓ 300થી વધુ પશુઓ સાથે ફસાઈ ગયા હતા.ત્યારે ઝી 24 કલાકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને પરસ્થિતિનો તાગ મેળવ્યો હતો. માલધારી આગેવાન અને ગ્રામના સરપંચે કમર જેટલા પાણીમાં 300થી વધુ પશુઓનું રેસ્ક્યુ કર્યું હતું. એટલું જ નહીં માલધારી મહિલાઓને પણ બચાવી લેવાયાં હતા.આ ઘટનામાં આઠ થી વધુ પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા. અને વાછરડા મોત પણ થયા હતા.માલધારીઓ પોતાના બળદ ગાડામાં વાછરડાઓને બચાવાયા હતા.