વાયુ વાવોઝાડાની અસર: વેરાવળ રેંજના 13 સિંહોનું સ્થળાંતરણ કરાયુ
આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. સંભવિત વાયુ વાવાઝોડાને લઇને વેરાવળ રેંજના ૧૩ સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહીત દરિયા કીનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાના વિસ્તારનો સમાવેશ થાય છે.