protest
Porbandar માં ફરી એકવાર ધુણ્યું વિરોધનું ભૂત, જાણો કેમ લેવાયો બંધનો નિર્ણય
સરકાર દ્વારા પોરબંદર કુછડી ગામે ફેઝ-2 બંદર બનાવવાના વિરોધનું ભૂત ફરી એકવાર ધુણ્યું છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા આગામી 22 તારીખના રોજ માછીમારી સાથે સંકળાયેલા તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
Feb 20, 2021, 04:27 PM ISTAndolanjivi: આંદોલનકારી કે 'આંદોલનજીવી'? કોઈકને કોઈક મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે ભારતની આ 10 યુવતીઓ
ટૂલકિટને લઈને 22 વર્ષની દિશા રવિ દિલ્લી પોલીસની કસ્ટડીમાં છે. અને નિકિતા જેકબ ધરપકડથી બચવા માટે કોર્ટ પહોંચી ગઈ છે. ત્યારે અમે તમને તે 10 યુવા મહિલા ચહેરા વિશે માહિતગાર કરી રહ્યા છીએ. જે છેલ્લાં થોડાક સમયમાં અલગ-અલગ મુદ્દાઓને લઈને સામે આવી અને કાયદાના સકંજામાં ફસાઈ ગઈ. ટૂલકિટ કેસમાં દિશા રવિ, નિકિતાનું નામ આવ્યું, એન્ટી-CAA આંદોલનમાં યુવતીઓ આગળ-આગળ રહી, દિલ્લી હિંસા પછી અનેક યુવતીઓની ધરપકડ થઈ.
Feb 19, 2021, 10:59 AM ISTઅનોખો પ્રચાર: હિંમતનગરમાં ઉમેદવાર પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં ગાડુ લઇને પ્રચાર માટે નિકળ્યાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે જિલ્લામાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. હિંમતનગર ખાતે આવેલ વકતાપૂર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર અને તાલુકા પંચાયતના કોંગ્રેસી ઉમેદવારો એ આજે અનોખો પ્રચાર કરી લોકો સમક્ષ વોટ માંગ્યા હતા.
Feb 18, 2021, 09:42 PM ISTMyanmar: વિરોધ પ્રદર્શનમાં અપાઈ રહી છે 'ત્રણ આંગળીથી સલામી', જાણો તેનો શું છે અર્થ
1 ફેબ્રુઆરીના રોજ મ્યાન્માર (Myanmar) ની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા પર કબ્જો જમાવી દીધો. તખ્તાપલટ વિરુદ્ધ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશમાં નાગરિકો સતત વિરોધ કરી રહ્યા છે.
Feb 11, 2021, 08:47 AM ISTGovt Job Notification: 'સરકાર વિરૂદ્ધ કર્યું વિરોધ-પ્રદર્શન તો નહી મળે નોકરી'
ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.
Feb 3, 2021, 09:18 PM ISTLRD વિવાદ: અટકાયત પહેલાં જ રડી પડ્યો ઉમેદવાર, સરકાર પાસે કરી ન્યાયની માંગણી
આજે વિરોધ પ્રદર્શન કરવા માટે યુવાનો એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં આ ઉમેદવારોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Jan 25, 2021, 01:05 PM ISTFarmers Protest: સરકારના પ્રસ્તાવથી ખેડૂતો ખુશ, થઈ શકે છે સમાધાન
Farmers Protest: કૃષિ કાયદાઓથી નારાજ ખેડૂતો (Farmer) સામે સરકાર (Government) એ જે પ્રસ્તાવ (Proposal) રાખ્યો છે, હાલ તેનાથી ખેડૂત નેતા ખુશ છે. ખેડૂત નેતાના અત્યાર સુધી જે નિવેદનો સામે આવ્યાં છે, એ જોતા લાગી રહ્યું છેકે, હવે સરકાર અને ખેડૂતો વચ્ચે બહુ જલદી સમાધાન થઈ જશે.
Jan 21, 2021, 12:23 PM ISTપાકિસ્તાનમાં PM Modi ના પોસ્ટર લઇને રસ્તા પર ઉતર્યા લોકો, જાણો શું છે મામલો
પાકિસ્તાન (Pakistan)માં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ઉપરાંત વિશ્વના અન્ય નેતાઓની તસવીર હાથમાં લઇને સિંધુદેશ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી અને હસ્તક્ષેપ કરવાની માંગ કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઝાદીના સમર્થનમાં પણ નારા લગાવ્યા.
Jan 18, 2021, 02:33 PM ISTસુરતની નવી સિવિલ બહાર 500 કોરોના વોરિયર્સનો હોબોળો, કહ્યું-અમારો પગાર આપો
બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. છેલ્લા 15 દિવસ થી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના હોબાળાને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ છે.
Jan 6, 2021, 11:11 AM ISTકાયદાના ફાયદાઃ કૃષિ કાયદાનો કેમ થઈ રહ્યો છે વિરોધ? જાણો ક્યાં ઉભી થઈ છે ગેરસમજ
હંગામા હૈ ક્યું બરપા...હાલ કૃષિ કાયદાને લઈને દેશભરમાં ભારે હંગામો મચ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને ખેડૂતોનો હિતરક્ષક ગણાવી રહી છે. તો બીજી તરફ સંખ્યાબંધ ખેડૂતો આ કાયદાને નુકસાન કારક સમજીને તેનો વિરોધ કરી રહ્યાં છે. સમગ્ર મામલામાં કોણ રાજકીય રોટલાં શેકી રહ્યું છે? અને શું છે સાચી હકીકત તે જાણવું જરૂરી છે.
Dec 24, 2020, 06:39 PM ISTવડોદરા : સનફાર્મા કંપનીના ઝેરી ગેસથી લોકોના શ્વાસ રુંધાયા, આંખમાં બળતરા થઈ
વડોદરામાં શિયાળામાં અનેક કંપનીઓ રાત્રે હવામાં ઝેરી ગેસ છોડતા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે સન ફાર્મા રોડ પર આવેલી સન ફાર્મા કંપની પર સ્થાનિક લોકોએ રાત્રે ઝેરી ગેસ છોડતા હોવાનો આરોપ લગાવ્યો છે. ઝેરી ગેસના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોને રાત્રે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સાથે જ લોકોની આંખમાં બળતરા થાય છે. તેમજ લોકોને ઘરના બારી બારણા બંધ રાખવાની ફરજ પડે છે.
Dec 23, 2020, 01:36 PM ISTસુરતમાં ખાનગી સ્કૂલના સંચાલકો ચલાવી રહ્યા પોતાની મનમાની, મોટી સંખ્યામાં વાલીઓનું વિરોધ પ્રદશન
FRC દ્વારા ફી નિયમન અમલમાં મૂકી હોઈ તેમ છતાં ખાનગી સ્કૂલના સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે સુરતની વધુ એક સ્કૂલ દ્વારા FRCના નિયમને સાઇટ પર મૂકી પોતાની મનમાની વાલીઓ પર ઠોપી રહ્યા છે
Dec 14, 2020, 02:53 PM ISTરાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યનું સરકાર સામે આંદોલન
ગુજરાત રાજ્ય HTAT હિતરક્ષક સમિતિ દ્વારા ત્રિમંદીર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોને લઈને આચાર્યો દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક વખત સરકારને રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણના આવતા ધરણા પર બેઠા હતા
Dec 14, 2020, 01:13 PM ISTગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી સિક્યોરીટી અને પોલીસ બાદ હવે બોડીગાર્ડ કરશે સત્તાધીશોની સુરક્ષા
- વિદ્યાર્થી નેતાઓના વિરોધથી બચવા બોડીગાર્ડની સત્તાધીશોએ લીધી મદદ
- શું ગુજરાત યુનિવર્સિટીને પોલસી કરતા પણ વધુ ભરોસો બોડીગાર્ડ પર છે
- શું બોડીગાર્ડના સુરક્ષા કવચથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓના વિરોધ પ્રદર્શનને અટકાવી શકશે ખરાં?
‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહિ રહે...’
આજે કૃષિ બિલને પગલે ભારત બંધ (bharat bandh) નું આહવાન કરાયું છે. ત્યારે કેટલાક લોકો આ બંધના સમર્થનમાં છે, અને કેટલાક લોકો તેના વિરોધમાં છે. આવામાં સુરત શહેરના એક યુવાન દ્વારા ભારત બંધના એલાનના દિવસે ખાસ આ બંધનો વિરોધ નોંધાવ્યો હતો. તેને પોતાના ટીશર્ટ ઉપર એક ખાસ સંદેશ લગાવ્યો છે. જેમાં લખાવ્યું છે કે, ‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહીં રહે...’
Dec 8, 2020, 05:10 PM ISTCM રૂપાણીએ રાહુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું, કોથમીર અને મેથીમાં શું ફરક છે તે કહો
આજે ભારત બંધના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા હતા. એક કટાક્ષમાં તેઓએ કહ્યું હુતં કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોથમીર અને મેથીમાં શું ફરક છે તે જણાવે.
Dec 8, 2020, 04:48 PM ISTઅમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા
ભારત બંધની અસર ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં નહિવત જેવી જોવા મળી. અમદાવાદમાં અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરંતુ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વિરોધ કરવા પહોંચેલા NSUIના કાર્યકરોએ 3 બીઆરટીએસ બસ રોકીને તેની ચાવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પણ ચાવી લઈ ફરાર થયેલા કાર્યકરોને પકડવા દોડાદોડ કરી મૂકી હતી.
Dec 8, 2020, 02:45 PM ISTભારત બંધ વચ્ચે અમરેલીમાં જોવા જેવા દ્રશ્યો સર્જાયા, પરેશ ધાનાણી દુકાનો બંધ કરાવવા નીકળ્યા, તો દિલીપ સંધાણીએ...
- અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડાપકડી જેવો માહોલ ઉભો થયો હતો.
- પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટમાં બંધની કોઈ અસર નહિ, લોકોએ કહ્યું-બંધ એ કોઈ વિકલ્પ નથી
આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ તેની કોઈ અસર રાજકોટમાં ન જોવા મળી. આજે રાજકોટમાં સવારથી જ બધુ ખુલ્લુ જોવા મળ્યું. બસ સેવા, રીક્ષા, બજારો બધુ જ સવારથી ચાલુ છે. અનેક માર્કેટ સવારથી ખુલ્લી છે. રાજકોટમાં ભારત બંધ (bharat bandh) ની અસર નહિવત જોવા મળી. બે માર્કેટ યાર્ડને બાદ કરતાં તમામ બજારો ખુલ્લા છે. રાજકોટ (rajkot) માં જનજીવન સામાન્ય બની રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ત્યારે બંધ વિશે પ્રતિસાદ આપતા શહેરીજનોએ જણાવ્યું કે, આંદોલનકારીઓએ સરકાર સાથે વાટાઘાટ કરી નિરાકરણ લાવવું જોઈએ. બંધ એ કોઇ વિકલ્પ નથી. લોકડાઉન અને અનલોક બાદ વેપારીઓની પરિસ્થિતિ ધીમેધીમે આગળ વધી રહી છે. હાલના સમયમાં બંધ પાળવું વેપારીઓ માટે મુશ્કેલ છે.
Dec 8, 2020, 01:11 PM ISTBharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત, અનેક નજરકેદ
ભારત બંધ (Bharat Bandh) ની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી છે. લગભગ મોટાભાગના માર્કેટ યાર્ડે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. રોજની જેમ ખેડૂતો એપીએમસીમાં ખેતપેદાશો ખરીદવા અને વેચવા આવી રહ્યાં છે. તો કેટલાક ખેડૂત સંગઠનો શાંતિપૂર્ણ રીતે બંધને આહવાન આપી રહ્યાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠેરઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શનો દ્વારા ભારત બંધને સમર્થન આપી રહ્યાં છે. આમ, શાંત ગુજરાતમાં કોંગ્રેસ કાંકરીચાળો કરવાનું પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસ એક્શનમાં આવી છે, અને વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો અનેક લોકોને નજરકેદ કરાયા છે, જેથી ગુજરાતની શાંતિ વધુ ડહોળાઈ નહિ.
Dec 8, 2020, 12:35 PM IST