રશિયા- યુક્રેન વચ્ચે હુમલો થશે તો મોટું નુકસાન ભોગવશે દુનિયા, જાણો ભારત પર શું થશે નકારાત્મક અસર?

અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે જો રશિયાએ હુમલો કર્યો તો વિનાશ માટે રશિયા જવાબદાર હશે અને અમેરિકા અને તેના સહયોગી દેશો મૂંહતોડ જવાબ આપશે. યુક્રેન મામલે વાત કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા અને યુક્રેનમાં રહેતા નાગરિકો માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

રશિયા- યુક્રેન વચ્ચે હુમલો થશે તો મોટું નુકસાન ભોગવશે દુનિયા, જાણો ભારત પર શું થશે નકારાત્મક અસર?

Russia-Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઈડને બુધવારે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. બાઈડનને આશંકા વ્યક્ત કરી છે કે રશિયા હજુ પણ યુક્રેન પર હુમલો કરી શકે છે. બાઈડને જણાવ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેને મૂંહતોડ જવાબ આપવામાં આવશે.

અમેરિકાએ રશિયાને આપી ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે જો રશિયાએ હુમલો કર્યો તો વિનાશ માટે રશિયા જવાબદાર હશે અને અમેરિકા અને તેના સહયોગી દેશો મૂંહતોડ જવાબ આપશે. યુક્રેન મામલે વાત કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા અને યુક્રેનમાં રહેતા નાગરિકો માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

રશિયાને શાંતિ જાળવવાની અપીલ કરતા રાષ્ટ્રપતિ બાઈડને રશિયાના નાગરિકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું કે અમેરિકા તેમનો દુશ્મન નથી. જો કે યુક્રેન પર હુમલો થશે તો તે સ્થિતિમાં અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવશે. જેની રશિયા પર ખૂબ જ ગંભીર અસર પડશે.

ક્રીમિયામાં ચાલી રહેલા રશિયાનું લશ્કરી ઓપરેશન સમાપ્ત
બીજી તરફ ક્રિમીયામાં ચાલી રહેલી રશિયાની સૈન્ય કવાયત પૂરી થઈ ગઈ છે. તેની સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારબાદ રશિયન સૈનિકોએ ક્રિમિયામાંથી હટવાનું શરૂ કરી દીધું છે. કેટલીક રશિયન ટેન્કો ટ્રેન દ્વારા અને કેટલીક જમીન દ્વારા યુક્રેનિયન સરહદેથી તેમના બેઝ પર પરત ફરી રહી છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક વીડિયો જાહેર કર્યો, જેમાં કેટલાક રશિયન સૈનિકો પાછા ફરતા જોવા મળી રહ્યા છે. આ સૈનિકો યુક્રેનની સરહદને અડીને આવેલા વિસ્તારમાં તૈનાત હતા. જે હવે મિલિટ્રી બેસ પર પાછા જઈ રહ્યા છે. તસવીરોમાં રશિયન સેનાના વાહનો રેલવે પ્લેટફોર્મ પર લોડ થતા જોવા મળી રહ્યા છે.

રશિયાએ સીરિયા સાથે શરૂ કર્યો યુદ્ધાભ્યાસ 
યુદ્ધ જેવા માહોલ વચ્ચે રશિયાએ સીરિયા સાથે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. રશિયાએ ત્યાં હાઈપરસોનિક મિસાઈલથી સજ્જ લડાકૂ એરક્રાફ્ટ મોકલ્યા છે. અવાજની ઝડપ કરતાં અનેક ગણી વધુ ઝડપથી ઉડતી આ રશિયન મિસાઇલો આંખના પલકારામાં દુશ્મનનો નાશ કરી શકે છે. રશિયાએ પ્રથમ વખત તેના ટુપોલોવ સ્ટ્રેટજિક બોમ્બર્સને ત્યાં મોકલ્યા છે. લાંબા અંતરના બોમ્બર્સ માત્ર ખતરનાક મિસાઈલ જ નહીં, પરંતુ પરમાણુ હુમલા કરવાની શક્તિ પણ ધરાવે છે.

જ્યારે, રશિયા અને બેલારુસ વચ્ચે સૈન્ય અભ્યાસ હજુ 10 દિવસ સુધી ચાલી રહ્યો છે. યુદ્ધાભ્યાસમાં લગભગ 30 હજાર સૈનિકો અને ટેન્કોએ ભાગ લીધો. બેલારુસના સ્થાનિક મીડિયાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં રશિયા અને બેલારુસના સૈનિકો પોતાનું સૈન્ય બળ દેખાડતા જોવા મળી રહ્યા છે. તે સૈનિકો ઝડપથી શસ્ત્રો સાથે એક બિલ્ડિંગમાં પ્રવેશતા અને તેમને નિશાન બનાવતા જોવા મળે છે.

યુક્રેને બુધવારે મનાવ્યો યૂનિટી ડે
રશિયા તરફથી હુમલાની આશંકા વચ્ચે યુક્રેને બુધવારે એકતા દિવસની ઉજવણી કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુક્રેન 16 ફેબ્રુઆરીએ  the day of the attack એટલે કે હુમલાનો દિવસ નહીં, પરંતુ એકતા દિવસ તરીકે ઉજવશે. યુક્રેનના નાગરિકોને એકતા દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે રીતે યુક્રેનના નાગરિકો તેમના દેશની રક્ષા કરી શકે છે તેમ કોઈ કરી શકશે નહીં.

રશિયાના ઈરાદાઓને મૂંહતોડ જવાબ આપવા માટે યુક્રેનિયન સૈનિકો પણ સખત યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનના સૈનિકો અમેરિકા અને બ્રિટન પાસેથી મળેલી એન્ટી ટેન્ક મિસાઈલ વડે દુશ્મનની ટેન્કોને નષ્ટ કરવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. સાથે જવાનોએ બંકરોને નષ્ટ કરવાની પણ પ્રેક્ટિસ કરી હતી. શસ્ત્રો ઉપરાંત અમેરિકાએ યુક્રેન માટે આર્થિક મદદ પણ વધારી છે. અમેરિકાથી શસ્ત્રો અને લશ્કરી સાધનોથી ભરેલા ઘણા અમેરિકન એરક્રાફ્ટ કિવ પહોંચી ગયા છે.

ભારત સરકારે જાહેર કરી આ એડવાઈઝરી
યુદ્ધની આહટની વચ્ચે યુક્રેનમાં જ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અટવાયા છે. સ્થિતિ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. ભારત સરકારે બધાને જલદી યુક્રેન છોડવા જણાવ્યું છે. એરપોર્ટ પર ભીડ અને ફ્લાઈટની ટિકિટની કિંમત બેથી ત્રણ ગણી વધી ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news