ઋષિ સુનકને PM બનવાથી કેમ રોકવા માંગે છે બ્રિટિશ મીડિયા? જાણો સુનક સાથે કેમ થઈ રહ્યો છે ભેદભાવ
કંજર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પ્રધાનમંત્રીના રૂપમાં બોરિસ જોનસન (Boris Johnson)નું સ્થાન લેવાની દોડમાં ઋષિ સુનકે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગુરૂવારે બીજા તબક્કાના મતદાનમાં પણ તે 101 મતો સાથે ફરીથી જીતી ગયા છે.
- બ્રિટનના PM પદની રેસમાં સૌથી આગળ મૂળ ભારતીય
- સુનકના કવરેજમાં બ્રિટિશ મીડિયા કેમ કરે છે ભેદભાવ?
- શું સુનક લેશે અગ્રેજો પાસે ભારતનો બદલો?
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ અંગ્રેજોએ ભલે 200 વર્ષ કરતા વધારે સમય સુધી ભારત પર રાજ કર્યું પણ હવે સમય બદલાયો છે. સમયના ચક્રએ એવો રોચક વળાંક લીધો છેકે, બોરિસ જોનશનના રાજીનામા બાદ હવે એક ભારતીય મૂળની વ્યક્તિ બ્રિટનના પ્રધાનમંત્રી પદની પ્રબળ દાવેદાર બનીને ઉભરી આવી છે. જેનું નામ છે ઋષિ સુનક. જોકે, સુનક ભારતીય મૂળના હોવાથી તેમની સાથે બ્રિટનમાં ભેદભાવ થઈ રહ્યો છે. ખુદ બ્રિટિશ મીડિયા એક તરફી અને ખોટું કવરેજ કરીને સુનક સાથે ભેદભાવ કરી રહ્યું છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય અને ઉત્તર યોર્કશાયરની રિચમન્ડ (યોર્ક) બેઠક પરથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલાં ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે બ્રિટનના નવા પ્રધાનમંત્રી. જોકે, સુનકની આ સોનેરી રાહમાં બ્રિટિશ મીડિયા બની શકે છે અવરોધ. કારણકે, બ્રિટિશ મીડિયા જ સુનકની રાહ રોકવા કરી રહ્યું છે ભેદભાવ...પુરાવા રૂપે મુકેલા બ્રિટિશ મીડિયા કવરેજના દસ્તાવેજો પરથી તમે તેનો અંદાજે લગાવી શકો છો...
કંજર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પ્રધાનમંત્રીના રૂપમાં બોરિસ જોનસન (Boris Johnson)નું સ્થાન લેવાની દોડમાં ઋષિ સુનકે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગુરૂવારે બીજા તબક્કાના મતદાનમાં પણ તે 101 મતો સાથે ફરીથી જીતી ગયા છે.
જોકે, તેમ છતાં ઋષિ સુનકનો પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સરળ નથી! કારણકે, બ્રિટિશ મીડિયા ઋષિ સુનકનું કવરેજ નથી કરી રહ્યું. એટલું જ નહીં ત્યાંના મીડિયા કવરેજમાં પણ રંગભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. બ્રિટિશ મીડિયા કવરેજમાં પણ રંગભેદને કારણે સુનક સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ ભેદભાવના મૂળમાં છે સુનકનું ભારત સાથેનું કનેક્શન. કારણકે, સુનત ભારતીય મૂળના છે તેના કારણે બ્રિટિશ મીડિયા તેમની સાથે ભેદભાવ પૂર્ણ વર્તન કરીને સાચા સમાચારોને દબાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છેકે, બ્રિટનમાં છેલ્લી ચૂંટણી પહેલા એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પીએમ પદ માટે સૌથી લોકપ્રિય નેતા તરીકે ઋષિ સુનકનું નામ સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે, આ રીપોર્ટ પ્રકાશિત થતાની સાથે જ બ્રિટિશ મીડિયાના તેવર બદલાઈ ગયાં. થોડા સમય પહેલાં સુનકના વખાણ કરતું બ્રિટિશ મીડિયા હવે સુનકે કરેલી સારી કામગીરીને દબાવીને કોઈકને કોઈક વિવાદ ઊભો થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.
બોરિસ જોન્સનના રાજીનામા બાદ ઘણા નેતાઓ નવા વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારી કરી રહ્યા છે. વડાપ્રધાન પદ માટે 8 દાવેદારો મેદાનમાં છે, જેમાં ભારતીય મૂળના બે લોકોના નામ સામેલ છે. પહેલું નામ ઋષિ સુનક (Rishi Sunak) અને બીજું નામ સુએલા બ્રેવરમેન (Suella Braverman) છે. પીએમ પદની રેસમાં ઋષિ સુનકનું નામ સૌથી ઉપર જણાવવામાં આવી રહ્યું છે.
ઋષિ સુનક બોરિસ જોન્સનની સરકારમાં નાણામંત્રી હતા. તેમના રાજીનામા બાદ અન્ય ઘણા મંત્રીઓએ પણ બોરિસ જ્હોન્સન કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું અને પછી ઘેરાયેલા બોરિસ જોન્સનને ખુરશી છોડવી પડી. હવે નવા પીએમ તરીકે બ્રિટનથી લઈને ભારતમાં બ્રિટિશ ભારતીય નેતા ઋષિ સુનકનું નામ ચર્ચામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે