દેશ નહીં વિદેશમાં પણ આ કારે મચાવી ધૂમ, સસ્તામાં આપી રહી છે લક્ઝરી અનુભવ
ગત મહિને કારના 54,073 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી મોટો હિસ્સો મારુતિ સુઝુકિનો છે. ટોપ 10 માંથી 4 મોડલ આ કંપનીના છે. સૌથી વધુ એક્સપોર્ટથતી કાર પણ મારુતિ સુઝુકીની છે.
Trending Photos
કાર નિર્માતા કંપનીઓ ભારત માં જ નહીં વિદેશમાં પણ તેમના વાહનોનું જોરદાર વેચાણ કરી રહી છે. જુલાઈ 2022 માં કાર એક્સપોર્ટ વાર્ષિક ધોરણે 3.35 ટકા વધ્યું હતું. ગત મહિને કારના 54,073 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી મોટો હિસ્સો મારુતિ સુઝુકિનો છે. ટોપ 10 માંથી 4 મોડલ આ કંપનીના છે. સૌથી વધુ એક્સપોર્ટથતી કાર પણ મારુતિ સુઝુકીની છે.
વિદેશમાં પણ જોરદાર વેચાઈ હતી મારુતિની આ કાર
જુલાઈ 2022 માં મારુતિ ડિઝાયર સૌથી વધુ એક્સપોર્ટ કરવામાં આવેલી કાર રહી છે. તેના 5,601 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. જુલાઇ 2021 માં 2,391 યુનિટની સરખામણીમાં Dzire માં 134.25 ટકાનો ગ્રોથ કર્યો છે. આ એકમાત્ર પેસેન્જર વાહન હતું જેના 5,000 યુનિટ કરતાં વધુ એક્સપોર્ટ જોયા.
આ વાહનોની પણ રહી ધૂમ
લિસ્ટમાં કિયા સેલ્ટોસ બીજા નંબર રહી છે, જેના જુલાઈ 2022 માં 4,549 યુનિટ એક્સપોર્ટ થયા. આ જુલાઈ 2021 માં એક્સપોર્ટ કરાયેલા 2,052 યુનિટ કરતાં 121.69 ટકા વધુ છે.
આ રીતે ત્રીજા નંબર પર હ્યુન્ડાઈની વરના સેડાન રહી, જેનું એક્સપોર્ટ જુલાઈ 2022 માં 107.26 ટકા વધીને 3,998 યુનિટ હતા. યાદીમાં ચોથા અને પાંચમા નંબર પર નિસાન સની અને મારુતિ એસ-પ્રેસો છે. છેલ્લા મહિનામાં અનુક્રમે 3,884 યુનિટ અને 3676 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે