Multibagger Stocks: માત્ર 2 રૂપિયાના આ સ્ટોકે કર્યો કમાલ, 1 લાખ રૂપિયા બની ગયા 1.81 કરોડ

છેલ્લા કેટલાક સપ્તાહથી શેર બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનાથી રોકાણકારોએ સારું એવું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે શેરમાર્કેટમાં પૈસા લગાવનારા લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સને જોઈએ તો મોટાભાગના હજુ પણ ફાયદામાં છે. જેમાંથી કેટલાકના પોર્ટફોલિયોમાં સામેલ ક્વોલિટી શેરે તો ચોંકાવનારા રિટર્ન આપ્યા છે.

Multibagger Stocks: માત્ર 2 રૂપિયાના આ સ્ટોકે કર્યો કમાલ, 1 લાખ રૂપિયા બની ગયા 1.81 કરોડ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સપ્તાહથી શેર બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનાથી રોકાણકારોએ સારું એવું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે શેરમાર્કેટમાં પૈસા લગાવનારા લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સને જોઈએ તો મોટાભાગના હજુ પણ ફાયદામાં છે. જેમાંથી કેટલાકના પોર્ટફોલિયોમાં સામેલ ક્વોલિટી શેરે તો ચોંકાવનારા રિટર્ન આપ્યા છે. આવો જ એક સ્ટોક છે Rama Phosphates નો. 

ગત એક મહિના દરમિયાન આ મલ્ટીબેગર સ્ટોકે પણ વેચાવલીથી હેરાન પરેશાન થવું પડ્યું. એક તબક્કે 400 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો આ પણ હવે તે સ્ટોક પડીને 360 રૂપિયાન આસપાસ આવી ગયો છે. આ રીતે એક મહિનાના સમયગાળામાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ 10 ટકા પડ્યો. જો કે તે પહેલા ગત વર્ષ એટલે કે 2021માં આ ફર્ટિલાઈઝર કંપનીનો સ્ટોક લગભઘ 235 ટકા ઉછળ્યો હતો. 

ખાતર બનાવતી આ કંપનીના સ્ટોકે લોંગ ટર્મમાં શાનદાર રિટર્ન આપ્યું છે. ગત 6 મહિના દરમિયાન તેનો ભાવ ભલે ફક્ત 8 ટકા ચડ્યો હોય પરંતુ ગત એક વર્ષમાં તે 238 ટકા ઉછળીને 108 રૂપિયાથી 360 રૂપિયા પાર ટ્રેડ  કરી રહ્યો છે. જ્યારે ગત 5 વર્ષનો રેકોર્ડ જોઈએ તો આ સ્ટોકે લગભઘ 75 રૂપિયાથી અહીં સુધીની સફર કરી છે. આ દરમિયાન સ્ટોકનો ભાગ લગભગ 380 ટકા ઉપર ગયો છે. 

છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ સ્ટોક 51 રૂપિયા ઉછળીને 360 રૂપિયાની પાર ગયો છે. આ રીતે તેણે 610 ટકાની છલાંગ લગાવી છે. થોડું પાછળ જઈને જોઈએ તો કન્સિસ્ટન્સી જોઈને નવાઈ લાગે છે. આજથી લગભગ 19 વર્ષ પહેલા 13 માર્ચ 2003ના રોજ આ સ્ટોક બીએસઈ પર માત્ર 2 રૂપિયાનો હતો. આજે તે 360 રૂપિયાથી વધુનો છે. એ રીતે છેલ્લા 19 વર્ષમાં આ સ્ટોકે લગભગ 18 હજાર ટકા રિટર્ન આપ્યું છે. 

તે હિસાબે જોઈએ તો શરૂઆતમાં આ શેરોમાં પૈસા લગાવનારા રોકાણકારોને તો છપ્પર ફાડકે કમાણી થઈ હશે. આજથી 19 વર્ષ પહેલા જે કોઈએ આ સ્ટોકમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે તેમનો પોર્ટ ફોલિયો તો આજે 1.81 કરોડ રૂપિયાનો થઈ ગયો હશે. એ જ રીતે જેમણે 10 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તેમનું રોકાણ 7 લાખ રૂપિયાથી વધુનું થઈ ગયું હશે. 

(Disclaimer: બજારમાં જોખમ રહેલું હોય છે, આથી રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લેવી હિતાવહ છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news