TV-ફ્રીજ કેટલી ખર્ચ કરે છે વિજળી, આ પ્રકારે સરળતાથી લગાવો હિસાબ

શું તમે પણ વધતા જતા ખર્ચથી પરેશાન છો? જો આમ હોય તો તમારા માટે કામના સમાચાર છે. તમે ખર્ચમાં કાપ પોતાના ઘરથી શરૂ કરી શકો છો. તમે તમારા ઘરમાં બિનજરૂરી વિજ વપરાશને રોકીને પણ બચત કરી શકો છો.

TV-ફ્રીજ કેટલી ખર્ચ કરે છે વિજળી, આ પ્રકારે સરળતાથી લગાવો હિસાબ

નવી દિલ્હી: શું તમે પણ વધતા જતા ખર્ચથી પરેશાન છો? જો આમ હોય તો તમારા માટે કામના સમાચાર છે. તમે ખર્ચમાં કાપ પોતાના ઘરથી શરૂ કરી શકો છો. તમે તમારા ઘરમાં બિનજરૂરી વિજ વપરાશને રોકીને પણ બચત કરી શકો છો. તેના માટે તમારે એ જાણવું જરૂરી છે કે તમરા ઘરમાં લાગેલી ટીવી, ફ્રીજ, કૂલર અથવા એસી જેવી ઇલેક્ટ્રિક કોમ્પોનેંટ્સ કેટલા યૂનિટની વિજ ખપત કરે છે. આમ તો દરેક વસ્તુનો હિસાબ લગાવવો મુશ્કેલ કામ છે. કઇ વસ્તુ કેટલા યૂનિટ ખર્ચ કરી રહી છે. આ અંગે જાણવું થોડું મુશ્કેલ કામ છે. તો ચાલો તમને સમજાવીએ કે તમે પોતાના ઘરના ઉપકરણોનો હિસાબ કેવી રીતે લગાવશો.  

મોટાભાગે આપણે વિચારીએ છીએ કે બિલ આટલું મોંઘું કેમ આવ્યું છે. મહિનાના અંતમાં આવનાર માસિક બિલ તમને જણાવી દે છે કે તમે સરેરાશ કેટલા યૂનિટ વિજળી ખર્ચ કરી છે. પરંતુ ત્યારબાદ પણ તમે જાણી શકતા નથી કે આટલા યૂનિટ્સ કેવી વધ્યા? અને પછી તમે ઇચ્છતા હોવા છતાં વિજળીની યોગ્ય બચત કરી શકતા નથી. 

સરળ ભાષામાં સમજો
સૌથી પહેલાં યૂનિટનો અર્થ સમજો. 1 યૂનિટ એટલે 1 કિલોવોટ પ્રતિ કલાક એટલે કે 1000 વોલ્ટનું કોઇ ઉપકરણ 1 કલાક ઉપયોગ કરે છે તો તેનાથી 1 યૂનિટ વિજળી ખર્ચ થાય છે. સામાન્ય રીતે ઘરમાં એલઇડી બલ્બ, પંખા, એસી, ટીવી, ફ્રીજ, ટ્યૂબલાઇટ, માઇક્રોવેવ ઓવન, આઇરન, વોશિંગ મશીન, લેપટોપ અને મિક્સર જેવા સામાન લાગેલા હોય છે. 9 વોલ્ટ ના 3 બલ્બ જો 10 ચાલુ રહેશે તો 270 વોટ વિજળી ખર્ચ થશે. આ પ્રકારે 60 વોલ્ટના 4 પંખા ઘરમાં હોય અને જો 12 કલાક ચાલે તો 2880 વોલ્ટ વિજળી ખર્ચ થશે. આ પ્રકારે 1600 વોટનું 1 AC 5 ચાલુ રહે તો 8000 વોલ્ટ વિજળી ખર્ચ થશે. અને જો એક TV 2 કલાક ચાલે તો 140 વોલ્ટ વિજળી વપરાશે. આ પ્રકારે 200 વોટનું ફ્રીજ 8 કલાક ચાલુ રહેતાં 1600 વોલ્ટ વિજળીનીક ખપત કરશે. 750 વોલ્ટની આઇરન અડધા કલાકના ઉપયોગમાં 375 યૂનિટ વિજળી ખર્ચ કરશે. તમારું 50 વોલ્ટનું લેપટોપ 2 કલાક ચાલે તો 100 વોલ્ત વિજળી ખર્ચ કરશે. આ પ્રકારે તમે કલાકના મુજબ વિજળી યૂનિટ વિશે જાણી શકો છો. 

આ રીતે કાઉન્ટ થાય છે વિજળીનું બિલ
માની લો કે 1 દિવસમાં તમે તમારા ઘરમાં લાગેલા તમામ ઉપકરણ વિજળીનો ખર્ચ 15000 વોલ્ટ હોય છે. તેમાં 1000 એ ભાગીએ તો જવાબ 15 આવશે. એટલે કે સરળ ભાષામાં સમજી તો એક દિવસમાં તમારા ઘરમાં 15 યૂનિટ વિજળી ખર્ચ થાય છે. આખા મહિના મુજબ 450 યૂનિટ થઇ. જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો તમારું બિલ ઓછું થઇ જશે અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો વધુ આવશે. સામાન્ય રીતે 450 યૂનિટના હિસાબે ગ્રામીણ વિસ્તારનું વિજ બિલ 2000 રૂપિયાની આસપાસ અને શહેરી વિસ્તાર માટે લગભગ 2500 રૂપિયા થશે. આ બિલ ફિકસ્ડ ચાર્જ અને ઇલેક્ટ્રિકસિટી ડ્યૂટી ઉમેરીને તૈયાર થાય છે. 

વિજળી બચાવવા માટે અપનાવો આ રીત
આ તો બધાને ખબર હશે કે વિજળી બચાવવા માટે ઉપકરણોનો ઉપયોગ કરો. સાથે જ ધ્યના રાખો કે ઘરમાં જો વધુ પાવરના ઘણા ઉપકરણ લાગેલા હોય તો બધાનો એકસાથે ઉપયોગ ન કરો. પરંતુ બલ્બની જગ્યાએ LED અતહ્વા સીએફએલનો ઉપયોગ કરો. જો  AC નો ઉપયોગ કરો છો તો તાપમાન 24 ડિગ્રીની આસપાસ રાખો. તેનાથી મીટર પર લોડ ઓછો પડશે ને વિજ બિલમાં ઘટાડો થશે. વોટર હિટર અથવા ગીઝર જેવી વસ્તુઓનો વધુ સમય ઉપયોગ ન કરો. જરૂરિયાત મુજબ ઉપકરણોનો ઉપયોગ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news