ઈન્વેસ્ટરોના ખિસ્સા ભરી રહ્યો છે આ સરકારી શેર, બ્રોકરેજે કહ્યું- ખરીદી લો, હજુ તેજીનો સંકેત

Stock To Buy- ગેલ ઈન્ડિયાનો શેર છેલ્લા કારોબારી સત્રમાં તેજી સાથે બંધ થયો હતો. બ્રોકરેજ ફર્મ શેરખાને ઈન્વેસ્ટરોને આ શેરમાં પૈસા લગાવવાની સલાહ આપી છે.
 

  ઈન્વેસ્ટરોના ખિસ્સા ભરી રહ્યો છે આ સરકારી શેર, બ્રોકરેજે કહ્યું- ખરીદી લો, હજુ તેજીનો સંકેત

નવી દિલ્હીઃ GAIL (India) Share Price : સરકારી કંપની ગેલ ઈન્ડિયાનો શેર ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી રહ્યો છે. છેલ્લાં એક વર્ષમાં સ્ટોકમાં 92 ટકાની તેજી આવી છે. આ રીતે 12 મહિનામાં ગેલ ઈન્ડિયાના સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા લગભગ ડબલ કરી દીધા છે. પાછલા કારોબારી સત્ર એટલે કે શુક્રવાર 2 જાન્યુઆરીએ પણ ગેલ ઈન્ડિયાનો શેર 2.76 ટકાની તેજીની સાથે 178.50 રૂપિયા પર બંધ થયો હતો. આ શેર હવે પોતાના 52 વીક હાઈની નજીક કારોબાર કરી રહ્યો છે. તેનો 52 સપ્તાહનો હાઈ 180 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 91.05 રૂપિયા છે.

બ્રોકરેજ ફર્મ શેરખાને ગેઇલ ઇન્ડિયામાં વધુ તેજીની આશા વ્યક્ત કરી છે અને તેણે આ સ્ટોક પર તેનું 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર 2023 ક્વાર્ટર માટે સ્ટેન્ડઅલોન ધોરણે ગેઇલ ઇન્ડિયા લિમિટેડનો ચોખ્ખો નફો 10 ગણો વધીને રૂ. 2,842.62 કરોડ થયો છે. ગેસ ટ્રાન્સપોર્ટેશનથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધીના તમામ બિઝનેસ સેગમેન્ટમાં સારી કામગીરીને કારણે નફામાં મજબૂત વૃદ્ધિ થઈ છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં નફો રૂ. 2,404.89 કરોડ હતો.

એક વર્ષમાં 92 ટકા રિટર્ન
ગેલ ઈન્ડિયાના સ્ટોકે એક વર્ષમાં ઈન્વેસ્ટરોને 92 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ કારોબારી સત્રમાં આ શેરમાં 7.40 ટકાની તેજી આવી છે. છેલ્લાં એક મહિનામાં 10 ટકા તો છેલ્લાં છ મહિનામાં આ શેર 54 ટકા વધ્યો છે.

અનુમાનથી વધુ રહ્યો નફો તો વધારી ટાર્ગેટ પ્રાઇઝ
શેરખાને તેના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે ગેલ ઈન્ડિયાનો ચોખ્ખો નફો તેના અંદાજ કરતાં 29 ટકા વધુ રહ્યો છે. GAIL ટ્રેડિંગ મજબૂત માર્કેટિંગ માર્જિનથી લાભ મેળવતું રહ્યું, જ્યારે LPG-LHC EBITDA વૃદ્ધિ ઉચ્ચ અનુભૂતિઓ દ્વારા સંચાલિત હતી. કંપનીના મેનેજમેન્ટે FY24 ગેસ માર્કેટિંગ EBITDA ગાઈડન્સ વધારીને ₹5,500 કરોડ કર્યું છે. શેરખાને જણાવ્યું હતું કે કંપનીની કામગીરી અને ભાવિ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ગેલ ઇન્ડિયાએ શેર દીઠ લક્ષ્ય ભાવ વધારીને રૂ. 200 કર્યો છે.

(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news