ફ્રોડ અવેરનેસ: ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે સેફ બેંકીંગ માટે શું કરવું અને શું નહીં કરવું જોઈએ

ગ્રાહકો પોતાને  સાયબર ફ્રોડ એટેકથી બચાવી શકે તે માટે શિક્ષિત કરવાની જવાબદારી બેંકોની છે. સાયબર ક્રિમિનલ્સ બેંકના ખાતાઓમાંથી નાણાં ચોરી લેવા માટે સોશ્યલ એન્જીનિયરીંગ યુક્તિઓ અપનાવે છે. 

ફ્રોડ અવેરનેસ: ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે સેફ બેંકીંગ માટે શું કરવું અને શું નહીં કરવું જોઈએ

એચડીએફસી બેંકે સાયબર ફ્રોડ એટેક્સ અંગે સંખ્યાબંધ પ્રયાસો હાથ ધરીને ઈન્ટરનેશનલ ફ્રોડ અવેરનેસ વીક મનાવ્યું હતું અને તે દ્વારા લોકોને સેફ બેંકીંગ હેબીટ્સ કેળવવા પ્રોત્સાહન આપ્યું હતું. ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે નાગરિકોને સેફ બેંકીંગ હેબીટ્સ અંગે પ્રતિજ્ઞા લેવામાટે બેંક પ્રોત્સાહિત કરે છે અને બેંકીંગ અંગેની તેમની ગુપ્ત માહિતી (પાસવર્ડ, પીન, ઓટીપી વગેરે) કોઈને પણ જણાવવાનું ટાળવા સૂચવે છે. 

નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તે ટેક્ષ્ટ અથવા તો વોટ્સએપ્પ મેસેજ મારફતે મોકલાયેલી અનવેરીફાઈડ લીંક ક્લિક કરવાથી પણ દૂર રહેવા જણાવે છે. હેલ્પલાઈન/ કન્ઝ્યુમર કેર નંબર્સ માટે માત્ર ઓફિશ્યલ વેબસાઈટની મુલાકાત લેવા અને બિનઅધિકૃત વ્યવહારો અંગે બેંકને તથા નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનને 1930 નંબર ડાયલ કરીને જાણ કરવા સૂચવે છે.

એચડીએફસી બેંકે દર મહિનાના પ્રથમ બુધવારે તેના બ્રાન્ચ બેંકીંગ સ્ટાફ્સ સાથે સેલ્ફ ડિજીટલ બેંકીંગ પ્રણાલિના વિવિધ પાસાંને આવરી લઈને વર્કશોપ યોજી ‘સાયબર જાગૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રયાસ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર હાથ ધરાયો છે, જે બેંકે તાજેતરમાં રજૂ કરેલા વીજીલ આંટી કેમ્પેઈનનો હિસ્સો છે.આ વર્કશોપ મારફતે બેંક સાયબર ફ્રોડ સ્તરની કામ કરવાની પધ્ધતિ બિનઅધિકૃત વ્યવહારો ઓળખી કાઢવાની અને રિપોર્ટ કરવાની પ્રક્રિયા તથા અન્ય બાબતોને આવરી લેવામાં આવે છે.

એચડીએફસી બેંકના ચીફ ક્રેડિટ ઓફિસર જીમી તાતા જણાવે છે કે “અમે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ હાથ ધરીને ઈન્ટરનેશનલ ફ્રોડ અવેરનેસ વીક-2022 મનાવવાનો નિર્ણય કર્યો છે, જેનો ઉદ્દેશ સેફ બેંકીંગ પ્રણાલિઓ અંગે ગ્રાહકોને માહિતી આપીને તેમની જાણકારી વધારવાનો છે. સેફ બેંકીંગ પ્રણાલિ દરેક નાગરિક માટે એક જીવન પધ્ધતિ બની જવી જોઈએ. આપણને ટકી રહેવા માટે શ્વાસ લેવાની જરૂર પડે  છે તે રીતે આપણે ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે સેફ બેંકીંગ માટે શું કરવું અને શું નહીં કરવું જોઈએ તે બાબતે ચોકસાઈપૂર્વક ખાત્રી રાખવી જોઈએ. એચડીએફસી બેંકે સાયબર ફ્રોડ એટેક સામે લડત આપવા સંખ્યાબંધ પગલાં લીધા છે, પણ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, કારણ કે ફ્રોડ કરનાર લોકો નવા નવા રસ્તાઓ શોધતા રહે છે અને નાણાંની ચોરી કરે છે. આથી આપણે જાગૃતિ ઝૂંબેશ ચાલુ રાખીને જનસમુદાયમા સલામત બેંકીંગની ટેવો વિકસાવવી જોઈએ.”

વર્કશોપ ઉપરાંત બેંકે તેના કર્મચારીઓ માટે ‘ફ્રોડ નૉલેજ સિરીઝ’ ધરાવતો ફરજીયાત ઈ-લર્નિંગ સાયબર સિક્યોરિટી કોર્સ શરૂ કર્યો છે. બેંકે તાજેતરમાં વીજીલ આંટી કેમ્પેઈન શરૂ કર્યો છે, જેમાં કરોડો ભારતીયોને સલામત બેંકીંગ હેબીટસ કેળવવા માટે પ્રિન્ટ ડિજીટલ અને સોશ્યલ મિડીયા મારફતે પ્રેરિત કરવામાં આવે છે.

ભારત સરકારના ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી ચંદ્રાકર ભારતી- આઈએએસ જણાવે છે કે “ગ્રાહકો પોતાને  સાયબર ફ્રોડ એટેકથી બચાવી શકે તે માટે શિક્ષિત કરવાની જવાબદારી બેંકોની છે. સાયબર ક્રિમિનલ્સ બેંકના ખાતાઓમાંથી નાણાં ચોરી લેવા માટે સોશ્યલ એન્જીનિયરીંગ યુક્તિઓ અપનાવે છે. આથી ઓનલાઈન વ્યવહાર કરતી વખતે જાગૃત રહેવું અને ચોકસાઈ રાખવી જરૂરી બને છે. મને આનંદ છે કે ગ્રાહક જાગૃતિ માટે એચડીએફસી બેંકે આગેવાની લીધી છે અને ગ્રાહકોને સહેલાઈથી અપનાવી શકાય તેવી પધ્ધતિઓ અંગે જાણકારી આપે છે, જેના કારણે સાયબર ફ્રોડ એટેક્સ રોકવામાં સહાય થશે.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news