America ને પાછળ છોડીને ભારતે રચ્યો ઈતિહાસ! નીતિ આયોગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ભારતે વિશ્વની મહાસત્તા કહેવાતા સુપર પાવર અમેરિકાને પણ હવે પાછળ છોડી દીધું છે. આ વાત અમે નથી કહી રહ્યાં પણ આ વાતનો ખુલાસો થયો છે નીતિ આયોગના રિપોર્ટમાં.
- ભારતે રચ્યો ઈતિહાસ
ભારતે અમેરિકાને પાછળ છોડ્યું
નીતિ આયોગના રીપોર્ટમાં થયો ખુલાસો
Trending Photos
નવી દિલ્લીઃ ભારતે વિશ્વની મહાસત્તા કહેવાતા સુપર પાવર અમેરિકાને પણ હવે પાછળ છોડી દીધું છે. આ વાત અમે નથી કહી રહ્યાં પણ આ વાતનો ખુલાસો થયો છે નીતિ આયોગના રીપોર્ટમાં. તાજેતરમાં, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારત ચીનની નકલ કરીને વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની શકશે નહી. જો ભારતે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેણે વિકાસના નવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
અમેરિકાને પાછળ છોડીને પહેલાં ક્રમે પહોંચ્યું ભારત:
કુશમેન એન્ડ વેકફિલ્ડની યાદી મુજબ ચીન નંબર એક પર છે. જ્યારે, ભારત બીજા સ્થાન પર છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું. આવો જાણીએ 1 થી 10 નંબરમાં ક્યા ક્યા દેશો ક્યા નંબર પર છે.
ચીન
ભારત
અમેરીકા
કેનેડા
ચેક રિપબ્લિક
ઈન્ડોનેશીયા
લિથુએનિયા
થાઈલેન્ડ
મલેશિયા
પોલેન્ડ
અમેરિકાને પાછળ રાખીને ભારત વિશ્વનું બીજું સૌથી આકર્ષક ઉત્પાદન સ્થળ બની ગયું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખર્ચ મોરચે પણ કાર્યક્ષમતાને કારણે ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતનું આકર્ષણ વધ્યું છે. તાજેતરમાં, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારત ચીનની નકલ કરીને વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની શકશે નહી. જો ભારતે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેણે વિકાસના નવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
જાણો કયા કારણસર થઈ રહ્યો છે ભારતને લાભ:
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કંપનીઓને ભારતમાં તેમના એકમો સ્થાપવા અને નિકાસ કરવા માટે ખાસ છૂટ તેમજ નાણાકીય સહાય આપવામાં આવે છે. આગામી પાંચ વર્ષમાં દેશમાં ઉત્પાદન કરતી કંપનીઓને 1.46 લાખ કરોડ રૂપિયાનું ઈન્સેટીવ પણ આપવામાં આવશે. આ સાથે દેશમાં ઉત્પાદન થવાને કારણે આયાત પર ભારતનો ખર્ચ ઘટશે. દેશમાં માલ બનશે ત્યારે રોજગારીની નવી તકો પણ સર્જાશે. યોજના અંતર્ગત વિદેશી કંપનીઓને ભારતમાં કારખાનાઓ સ્થાપવામાં તેમજ સ્થાનિક કંપનીઓને પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરવામાં આવશે. આ યોજના 5 વર્ષ માટે છે. આમાં, કંપનીઓને કેશ ઈન્સેટીવ પણ મળે છે. ઓટોમોબાઇલ્સ, નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ, એડવાન્સ કેમિસ્ટ્રી, ટેલિકોમ, ફાર્મા અને સોલર પીવી મેન્યુફેક્ચરિંગ જેવા તમામ ઉભરતા ક્ષેત્રો આ યોજનાનો લાભ લઇ શકે છે.
રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસોઃ
કુશમેન એન્ડ વેકફિલ્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ માંગ ધરાવતા ઉત્પાદન સ્થળમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. આ દર્શાવે છે કે અમેરિકા અને એશિયા-પેસિફિક ક્ષેત્રની તુલનામાં મેન્યુફેક્ચરિંગ ભારતમાં રસ દાખવી રહ્યું છે. ખર્ચની દ્રષ્ટિએ પણ ઉત્પાદન સ્થળ તરીકે ભારતનું આકર્ષણ વધ્યું છે. આ સિવાય, ભારતે આઉટસોર્સિંગ જરૂરિયાતો સફળતાપૂર્વક પૂરી કરી છે. આનાથી વાર્ષિક ધોરણે ભારતની રેન્કિંગમાં સુધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે