આધાર-PAN લિંક કરાવાની સમયમર્યાદા વધારાઈ, જાણો હવે છેલ્લી તારીખ કઈ?
પાંચમીવાર આવું બન્યું છે કે સરકારે PANને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધારવાનો ફેંસલો લીધો હોય. ટેક્સ વિભાગની નીતિ-નિર્દેશક સંસ્થાએ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 119 મુજબ મોડી રાતે સમયમર્યાદા વધારવાનો ફેસલો લીધો.
Trending Photos
નવી દિલ્હી: સીબીડીટીએ શુક્રવારે પાન-આધારને લિંક કરવાની તારીખ 31 માર્ચ 2019 સુધી આગળ વધારી છે. પાંચમીવાર આવું બન્યું છે કે સરકારે PANને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધારવાનો ફેંસલો લીધો હોય. ટેક્સ વિભાગની નીતિ-નિર્દેશક સંસ્થાએ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 119 મુજબ મોડી રાતે સમયમર્યાદા વધારવાનો ફેસલો લીધો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સ (CBDT)એ ચાલુ વર્ષે 27 માર્ચના રોજ ડેડલાઈન આગળ વધારી હતી.
તાજા નિર્ણયમાં કહેવાયું છે કે આ મામલે વિચાર કર્યા બાદ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન અને આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઈન આગળ વધારાઈ છે. કહેવાય છે કે સીબીડીટીના ફેંસલા પાછળ સુપ્રીમ કોર્ટના આ વર્ષના શરૂઆતમાં અપાયેલો એ આદેશ છે જેમાં અનેક સેવાઓને આધાર સાથે લિંક કરવા માટે 31 માર્ચ 2018ની સમયમર્યાદા નક્કી કરાઈ હતી.
સરકાર હવે નવું પાન કાર્ડ બનાવવા અને ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટે આધારને જરૂરી કરવા માંગે છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 139AA(2) મુજબ જે પણ વ્યક્તિ પાસે એક જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ છે અને જે આધાર યોગ્ય છે તેમણે ટેક્સ ઓથોરિટીને પોતાના આધાર નંબરની જાણકારી આપવી જોઈએ.
માર્ચ સુધીના ડેટા મુજબ દેશમાં કુલ 33 કરોડ પાન કાર્ડ છે જેમાંથી લગભગ 16.65 કરોડ આધાર સાથે લિંક થયેલા છે. આ અગાઉ ડેટાબેસને જોડવાની સમયમર્યાદા 31 જુલાઈ, 31 ઓગસ્ટ, ડિસેમ્બર 31 2017 અને ચાલુ વર્ષે 31 માર્ચ અને ત્યારબાદ 30 જૂન 2018 સુધી હતી.
આ રીતે કરી શકો છો પાન અને આધારને લિંક
- સૌથી પહેલા તમે આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને ક્લિક કરો.
- વેબસાઈટ પર જઈને ક્લિક કર્યા બાદ તમને સાઈટમાં એક લાલ રંગનું ક્લિક દેખાશે, જેના પર 'લિંક આધાર' લખ્યું હશે.
- જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લોગ ઈન કર્યા બાદ તમારી સામે પેજ ખુલશે.
- લોગ ઈન કરતા સમયે જ તમે ઉપર દેખાઈ રહેલા પ્રોફાઈલ સેટિંગને ખોલો અને આધાર કાર્ડ લિંક કરવાના ઓપ્શન પર જાઓ.
- ઓપ્શન ખુલ્યા બાદ તમને અપાયેલા સેક્શનમાં આધાર નંબર અને કેપ્ચા કોર્ડ ભરવાના રહશે, જેને ભર્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે.
એક SMSથી પણ થઈ શકે છે લિંક
જો તમારે વેબસાઈટ પર જઈને આધાર પાન લિંક કરવામાં કોઈ મુશ્કેલી થઈ રહી હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમે મોબાઈલના એક એસએમએસથી આ કામ કરી શકો છો. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યાં મુજબ 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન સાથે લિંક કરાવી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે