PM Kisan: ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર! હવે દર વર્ષે 6000ની સાથે મળશે 36000 રૂપિયા, ફટાફટ કરો આ કામ
પીએમ કિસાન માનધન યોજના (PM kisan Man dhan Yojna Benefits) અંતર્ગત ખેડૂતોને દર મહીને પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહીને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36000 રૂપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: PM kisan Man dhan Yojna: પીએમ કિસાન સમ્માન નિધિ (PM Kisan Samman Nidhi) ના લાભાર્થિઓ માટે હાલ એક ખુશખબર સામે આવી છે. ખેડૂતોને આ યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા મળી શકે છે અને તેના માટે તેમને કોઈ જરૂરી દસ્તાવેજ પણ આપવાની જરૂર નથી. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને 2000ના ત્રણ હપ્તા એટલે કે વર્ષે 6000 રૂપિયા મળે છે. પરંતુ આ યોજના હેઠળ હવે તમને વર્ષે 36000 રૂપિયા મળી શકે છે. તો આવો જાણીએ તેની પુરી પ્રક્રિયા...
હવે તમે મેળવી શકો છો 36000 રૂપિયા
પીએમ કિસાન માનધન યોજના (PM kisan Man dhan Yojna Benefits) અંતર્ગત ખેડૂતોને દર મહીને પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહીને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36000 રૂપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. જોકે, મોદી સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે આ રકમ આપે છે. આવો જાણીએ તમે કેવી રીતે આ યોજનામાં સામાન્ય પૈસા જમા કરીને ગેરંટી પેન્શન મેળવી શકો છો.
જો તમારી પાસે છે આ નંબરની નોટ તો મળશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે થશે મોટી કમાણી
જરૂરી દસ્તાવેજ
કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો લાભ લેવા માટે તમારે અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ વગેરે... પરંતુ જો તમે પીએમ કિસાનનો ફાયદો લઈ રહ્યા છો તો તેના માટે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડશે નહીં. આ યોજનામાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના ખેડૂત રોકાણ કરી શકે છે. તેમાં ઉંમરના હિસાબે રોકાણની રકમ નક્કી કરવામાં આવી છે.
e-Shram Card: જો તમે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગો છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો અરજી રદ થશે
આ યોજનાના ફાયદો કોણે મળશે?
1. આ યોજનાનો લાભ 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.
2. તેના માટે સૌથી વધુ 2 હેક્ટર સુધીની જ ખેતીલાયક જમીન હોવી જોઈએ.
3. તેમાં ઓછામાં ઓછા 20 વર્ષ અને સૌથી વધુ 40 વર્ષ સુધી ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીમાં માસિક રોકાણ કરવાનું રહેશે, જે ખેડૂતના ઉંમર પર નિર્ભર છે.
4. 18 વર્ષની ઉંમરથી જોડાનારા ખેડૂતોને માસિક 55 રૂપિયા આપવા પડશે.
5. જો કોઈ ખેડૂતની ઉંમર 30 વર્ષ છે તો તેમને 110 રૂપિયા જમા કરવાના રહેશે.
6. જો તમે 40ની ઉંમરમાં જોડાશો તો દર મહીને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે