જાણીતા રિયાલિટી શોની એક્ટ્રેસનું એક્સીડેન્ટમાં મોત, શોકમાં ડૂબી ઇન્ડસ્ટ્રી

લોકપ્રિય રિયાલિટી શો Pyate Hudgir Halli Life સીઝન 4 જીતનાર અભિનેત્રી મેબિના માઈકલનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. મેબિના માત્ર 22 વર્ષની હતી. મંગળવાર સાંજે આ દૂર્ઘટના સર્જાઈ હતી. જ્યારે તે પોતના ગૃહનગર મેદિકેરી જઈ રહી હતી. અભિનેત્રી મેબિના કન્નડ ટીવીનું જાણીતુ નામ હતી. મેબિનાના આકસ્મિક નિધનથી કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

Updated By: May 27, 2020, 09:52 PM IST
જાણીતા રિયાલિટી શોની એક્ટ્રેસનું એક્સીડેન્ટમાં મોત, શોકમાં ડૂબી ઇન્ડસ્ટ્રી

નવી દિલ્હી: લોકપ્રિય રિયાલિટી શો Pyate Hudgir Halli Life સીઝન 4 જીતનાર અભિનેત્રી મેબિના માઈકલનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. મેબિના માત્ર 22 વર્ષની હતી. મંગળવાર સાંજે આ દૂર્ઘટના સર્જાઈ હતી. જ્યારે તે પોતના ગૃહનગર મેદિકેરી જઈ રહી હતી. અભિનેત્રી મેબિના કન્નડ ટીવીનું જાણીતુ નામ હતી. મેબિનાના આકસ્મિક નિધનથી કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

મેબિનાના આકસ્મિક નિધન પર પ્યાતે હુદુગીર હલ્લી લાઈફના મેજબાન અકુલ બાલાજીએ શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરી તેમની સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:- કોરોના પોઝિટિવ હોવાના આવ્યા સમાચાર, ઝાટકણી કાઢતાં અભિનેત્રીએ જણાવ્યું સત્ય

ફાઇનલ દરમિયાન જ્યારે મેબિના વિજેતા જાહેર થઈ હતી, તે ક્ષણની એક તસવીર રજૂ કરતા અકુલે લખ્યું કે, મારા પસંદીગના પ્રતિયોગી અને phhl 4ના વિજેતાના અચાનક નિધનના સમાચાર સાંભળી શોકમાં છું. મેબિના તું ખુબજ યંગ અને જીવનથી ભરેલી હતી. હું આ વાતને સ્વીકાર નથી કરી શકતો, તેના પરિવારને આ દુખદ ઘટના સહન કરવાની ક્ષમતા આપવા માટે પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે, મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કરતા પહેલા, મેબિનાએ મોડલ તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube