કોરોના ટેસ્ટ કરવાનું હવે થયું સરળ, સુવિધા આપવા માટે ICMRએ ઉઠાવ્યા પગલાં

આ સમાચાર તે લોકો માટે મોટી રાહત આપી શકે છે કે, જ્યારે કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે પરંતુ સરકારી તંત્ર તેમના ટેસ્ટ કરવા તૈયાર નથી. અથવા તો તે લાઇમાં ઉભા રહીને થાકી ગયા છે અને તેમનો નંબર આવી રહ્યો નથી.

Updated By: May 27, 2020, 09:27 PM IST
કોરોના ટેસ્ટ કરવાનું હવે થયું સરળ, સુવિધા આપવા માટે ICMRએ ઉઠાવ્યા પગલાં

નવી દિલ્હી: આ સમાચાર તે લોકો માટે મોટી રાહત આપી શકે છે કે, જ્યારે કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે પરંતુ સરકારી તંત્ર તેમના ટેસ્ટ કરવા તૈયાર નથી. અથવા તો તે લાઇમાં ઉભા રહીને થાકી ગયા છે અને તેમનો નંબર આવી રહ્યો નથી.

આઇસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલર ફોર મેડિકલ રિસર્ચે ખાનગી લેબથી કોરોના વાયરસ પરીક્ષણનો ખર્ચ ઘટાડવા માટે અપીલ કરી છે. આઇસીએમઆર દલીલ કરે છે કે જ્યારે દેશમાં કોરોના વાયરસનું પરીક્ષણ શરૂ થયું ત્યારે લેબ વધુ ન હતી અને ટેસ્ટિંગ કિટ માટે ભારત વિદેશી સામાનના ભરોષે હતું. પરંતુ હવે ભારતમાં ટેસ્ટિંગ કીટ બનાવવામાં આવી રહી છે અને લેબની સંખ્યા પણ 2થી વધીને 610 થઈ ગઈ છે.

આ પણ વાંચો:- ભારતના વલણ સામે ચીનનું સરેન્ડર, કહ્યું- 'બંને દેશ એક બીજાના દુશ્મન નથી'

આ પરિસ્થિતિમાં ઘરેલું કીટની ઉપલબ્ધતા પણ છે અને ટેસ્ટ કરનારની સંખ્યા વધુ છે. તેથી હવે ખાનગી લેબે ભાવ ઘટાડવાનું વિચારવું જોઇએ. ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો કે, જેમની પાસે આટલા મોંઘા ટેસ્ટ કરાવી શકતા નથી. તેમને ધ્યાનમાં રાખી હવે 4500 રૂપિયાની કિંમતને હવે ઘટાડવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો:- પહેલીવાર કોઇ પશુને કરવામાં આવ્યો હોમ કોરોન્ટાઇન, રેડ ઝોનમાંથી પરત ફર્યો હતો ઘોડો

ભારતમાં આજે 610 લેબ્સ છે, જેમાંથી 432 સરકારી અને 178 ખાનગી છે. ભારતમાં એક દિવસમાં લગભગ 2 લાખ પરીક્ષણો કરવામાં આવે છે. આઇસીએમઆરનો દાવો છે કે ટૂંક સમયમાં દરરોજ 2 લાખ પરીક્ષણો કરવામાં આવશે.

જો ઘરમાં કોઈ એક વ્યક્તિને કોરોનાનાં લક્ષણો હોય, તો પછી આખા ઘરની તપાસ કરવાની હોય છે. જો સરકારી તંત્ર તમારા ટેસ્ટ કરવા તૈયાર નથી, અથવા તો લાઈનોને અનુસરીને અને લાંબી પ્રતીક્ષા પછી પરીક્ષણ કરાવવું શક્ય ન હોય તો, ઘણા લોકો ફક્ત ખાનગી લેબ્સ પર જ આધાર રાખે છે. આવી સ્થિતિમાં, જો લેબ્સ પરીક્ષણની કિંમત ઘટાડે છે, તો લોકો આરામદાયક બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube