આ અભિનેત્રી પર ફોટો પડાવવા સમયે થયો હુમલો, વાયરલ થયો Video

નાના પડદાની જાણીતી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી (Digangana Suryavanshi) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી પર હુમલો થયો છે. 

આ અભિનેત્રી પર ફોટો પડાવવા સમયે થયો હુમલો, વાયરલ થયો Video

નવી દિલ્હીઃ બોલીવુડ અને ટીવી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી  (Digangana Suryavanshi) ઉપર હુમલો થયો છે પરંતુ તમે આ હુમલાને જોઈને તમારૂ હસવુ રોકી શકશો નહીં. દિગાંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

દિગાંગના પર થયો હુમલો
આ વીડિયોમાં દિગાંગના (Digangana Suryavanshi) એક મોર પાસે ઉભેલી જોવા મળી રહી છે. તેમાં તે મોર સામે જોઈ ધીમે-ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન અચાનક મોર ઉડીને તેના તરફ આવ્યો અને હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાને કારણે દિગાંગના ડરી જાય છે અને રાડો પાડે છે. 

વાયરલ થયો વીડિયો
મોરના આ પ્રકારના હુમલાથી એક તરફ દિગાંગના (Digangana Suryavanshi) થોડી હેરાન છે, પરંતુ બાદમાં તે પણ હસવા લાગે છે. હવે સોશિયલ મીડિયા પર લોકો વીડિયો જોઈ કોમેન્ટ કરી રહ્યાં છે. 

દિગાંગનાનું કરિયર
ઉલ્લેખનીય છે કે દિગાંગના (Digangana Suryavanshi) ને ટીવી શો એક વી ર કી અરદાસ.. વીરાથી લોકપ્રિયતા મળી હતી. આ શો સાથે તેણે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે બિગ બોસ 9માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ફિલ્મ ફ્રાઇડે અને જલેબી પણ કરી હતી. હવે તે અર્જુન રામપાલની ફિલ્મ 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'માં પણ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news