corona: દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, નવા 10,774 કેસ, મુંબઈમાં પણ સ્થિતિ ખરાબ

દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 7 લાખ 25 હજાર 197 થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 5158 લોકો સાજા થયા છે. 
 

corona: દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, નવા 10,774 કેસ, મુંબઈમાં પણ સ્થિતિ ખરાબ

નવી દિલ્હી/મુંબઈઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા રેકોર્ડ બની રહ્યાં છે. કોરોના સંક્રમણને રોકવા માટે કેજરીવાલ સરકારે ભરેલા દરેક પગલા છતાં રવિવારે રેકોર્ડ 10 હજાર 774 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 48 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી એક દિવસમાં આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. તો દેશના અન્ય મહાનગર મુંબઈની સ્થિતિ પર ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 9989 કેસ નોંધાયા છે. 

શું છે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ
ત્યારબાદ દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 7 લાખ 25 હજાર 197 થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 5158 લોકો સાજા થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ  1,14,288 ટેસ્ટ કરવામાં આવ્યા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. પોઝિટિવિટી રેટ 9.43% છે. 

છેલ્લા 24 કલાકમાં 48 દર્દીઓના મોત, 14 ડિસેમ્બર બાદ સૌથી વધુ મોત
(14 ડિસેમ્બરે 60 મોત થયા હતા, 11283 કુલ મોતનો આંકડો)

34341 થઈ એક્ટિવ કેસની સંખ્યા
(29 નવેમ્બર 2020 બાદથી સૌથી મોટી સંખ્યા, 29 નવેમ્બરે હતા 35091 સક્રિટ દર્દી)

હોમ આઇસોલેશનનો આંકડો 17 હજારને પાર, 17,093 થઈ સંખ્યા

4.73 ટકા થયો સક્રિય કોરોના દર્દીઓનો દર

રિકવરી રેટ ઘટીને 93.7 ટકા

કોરોના ડેથ રેટ- 1.56 ટકા

મુંબઈમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લૉકડાઉન લાગૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે તો આજે મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો. અહીં છેલ્લા 24 કલાકમાં 9989 નવા કેસ સામે આવ્યા છે અને 58 લોકોના મૃત્યુ થયા છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news