Amitabh Bachchan એ પાન મસાલાની એડને લઇને આપી સ્પષ્ટતા, જણાવ્યું કેમ કરી હતી આ જાહેરાત?

શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan), રણવીર સિંહ (Ranveer Singh) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા કલાકાર પણ પાન મસાલાની જાહેરાત કરતાં ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. 

Amitabh Bachchan એ પાન મસાલાની એડને લઇને આપી સ્પષ્ટતા, જણાવ્યું કેમ કરી હતી આ જાહેરાત?

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર્સ હાલ કોઇપણ પ્રકારની જાહેરાતમાં આવવાનું ટાળતા નથી. પહેલાં જ્યાં ફક્ત અજય દેવગણ (Ajay Devgn) પાન મસાલાને જાહેરાત કરતા હતા, તો બીજી તરફ શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan), રણવીર સિંહ (Ranveer Singh) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા કલાકાર પણ પાન મસાલાની જાહેરાત કરતાં ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. 

અમિતાભે કરી કમલા પસંદની એડ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને પાન મસાલાની જાહેરાત કરતાં જોઇ તેમના ફેન્સનો  પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની છબિ અને તેમના ઔરાનો જાદૂ એવો રહ્યો છે કે મોટા મોટા કલાકાર તેમની આગળ નાના થઇ જાય છે. બોલીવુડ જગત તેમની રિસ્પેક્ટ કરે છે પરંતુ આ વખતે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને એક એડ કરવું ભારે પડી ગયું છે. 

ગુસ્સે ભરાયેલા ફેન્સે બિગ બીને કર્યા ટ્રોલ
તેમન ફેન્સ પણ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) વિરૂદ્ધ થઇ ગયા અને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરવા લાગ્યા. ખૂબ ટ્રોલ કર્યા બાદ હવે મહાનાયકે ખુદ તેના વિશે સ્પષ્ટતા અપતાં કેટલાક ટ્વીટ કર્યા છે. એક યૂઝરે જ્યારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને પૂછ્યું કે શું જરૂર પડી કે આ પ્રકારની એડ કરવાની તો તેમણે સ્પષ્ટતામાં કહ્યું કે તેનાથી તેમને ધનરાશિ મળે છે. 

અમિતાભ બચ્ચને ફેન્સની માંગી માફી
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને પોતાના ટ્વીટમાં ફેન્સની માફી માંગતા લખ્યું- માન્યવર, ક્ષમા પ્રાર્થી છું. કોઇપણ વ્યવસાયમાં જો કોઇનું ભલું થઇ રહ્યું હોય તો એ ન વિચારવું જોઇએ કે આપણે તેમની સાથે કઇ રહી જોડાઇ રહ્યા છીએ. હાં જો વ્યવસાય છે તો તેમાં આપણે પણ વ્યવસાય વિશે વિચારવું પડે છે. હવે તમને એમ લાગે છે કે મારે આ ન કરવું જોઇતું હતું. 

અમિતાભે કહ્યું- હા મને પૈસા મળે છે
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ લખ્યું... પરંતુ તેને કરવાથી, હાં મને પણ પૈસા મળે છે. પરંતુ અમારા ઉદ્યોગમાં જે ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે જોકે કર્મચારી છે તેમને પણ કામ મળે છે અને પૈસા પણ. અને માન્યવર ટટપુંજિયા શબદ તમારા મોંઢે શોભા આપતા નથી અને ના તો અમારા ઉદ્યોગના અન્ય કલાકારોને શોભા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news