79 વર્ષની ઉંમરમાં અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું થયું નિધન, PM મોદીએ કહ્યું 'તે ખાસ હતા...'
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું આજે (5 જૂન) નિધન થઇ ગયું છે. દિનયાર 79 વર્ષના હતા. તે ખૂબ બિમાર હતા. તેમણે બોલીવુડની ઘણી સુપરહિટ ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સના અનુસાર દિનયારના અંતિમ સંસ્કાર મુંબઇના વર્લી સ્થિત પ્રેયર હોલમાં બપોરે 3.30 વાગે કરવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો વધતી જતી ઉંમરમાં થનાર બિમારીઓના લીધે મૃત્યું થયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિનયાર 'ખિલાડી', 'દરાર', 'બાદશાહ' 'બાઝીગર' અને '36 ચાઇના ટાઉન'' જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં જોવા મળ્યા હતા.
PM Modi: Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. His versatile acting brought smiles on several faces. Be it theatre, television or films, he excelled across all mediums. Saddened by his demise. My thoughts are with his family and admirers. pic.twitter.com/tABpiKYkW1
— ANI (@ANI) June 5, 2019
ઘણા પોપુલર ટીવી શોમાં પણ કર્યું કામ
આ ઉપરાંત દિનયાર નાના પડદાના પણ પોપ્યુલર સ્ટાર્સમાંથી એક હતા. તેમણે ઘણા પોપ્યુલર ટીવી શોમાં પણ કામ કર્યું. દિનયારની અભિનય કેરિયરની વાત કરીએ તો શરૂઆતમાં થિયેટર આર્ટિસ્ટના રૂપમાં કરી હતી. તે ગુજરાતી અને હિંદી પ્લેમાં મોટાભાગે કામ કર્યું હતું. તમને જણાવી દઇએ કે દિવંગત અભિનેતા દિનયારને વર્ષ 2019માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
He brought bursts of laughter with him wherever he went, he lit up the screen and our lives with his wit & charm. We will miss your presence Dinyar bhai. Rest in Peace Padma Shri Dinyar Contractor - theatre legend, actor par excellence 🙏
— Smriti Z Irani (@smritiirani) June 5, 2019
પીએમ મોદીએ દિનયાર કોન્ટ્રાક્ટના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે પદ્મશ્રી દિનકર કોન્ટ્રાક્ટર ખાસ હતા કારણ કે તેમણે ખુશીઓ ફેલાવી. તેમના બહુમુખી અભિનયે ઘણા ચહેરાને હાસ્ય આપ્યું. ભલે તે રંગમંચ હોય, ટેલીવિઝન હોય કે ફિલ્મો, તેમણે બધા માધ્યમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેમના નિધનથી દુખી છું. મારા વિચાર તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે.
તો બીજી તરફ મહિલા તથા બાલ કલ્યાણ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરી પોતાની સંવેદના શેર કરી. તેમણે ટ્વિટર પર લખ્યું કે 'તે જ્યાં પણ ગયા હોય, તેમણે હાસ્ય ફેલાવ્યું, તેમણે પોતાની બુદ્ધિ અને આકર્ષણની સાથે સ્ક્રીન અને આપણા જીવનને પ્રભાવિત કરવામાં આવ્યું છે. અમે તમારી ઉપસ્થિતિને યાદ કરીશું દીનાર ભાઇ. ઇશ્વર તમારી આત્માને શાંતિ આપે, પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાક્ટર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે