આ જાણિતી અભિનેત્રીએ શિખવ્યું BRA વડે બનાવ્યું માસ્ક, VIDEO થયો વાયરલ

કોમેડિયન ચેલ્સી હેન્ડલર (Chelsea Handler) એ પોતાની બ્રાને માસ્કનું રૂપ આપી દીધું છે. ફીમેલ ફર્સ્ટ ડોટ કો ડોટ યૂકેના રિપોર્ટ અનુસાર પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ચેલ્સીએ પોતાના ફોલોવર્સને કોરોના વાયરસ (Coronavirus) લોકડાઉન દરમિયાન ક્રિએટિવ થવાની અપીલ કરી. આ સાથે જ તેમણે એક બ્રા વડે કેવી રીતે માસ્ક બનાવી શકાય, તે પણ કરી બતાવ્યું. 

આ જાણિતી અભિનેત્રીએ શિખવ્યું BRA વડે બનાવ્યું માસ્ક, VIDEO થયો વાયરલ

નવી દિલ્હી: કોમેડિયન ચેલ્સી હેન્ડલર (Chelsea Handler) એ પોતાની બ્રાને માસ્કનું રૂપ આપી દીધું છે. ફીમેલ ફર્સ્ટ ડોટ કો ડોટ યૂકેના રિપોર્ટ અનુસાર પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ચેલ્સીએ પોતાના ફોલોવર્સને કોરોના વાયરસ (Coronavirus) લોકડાઉન દરમિયાન ક્રિએટિવ થવાની અપીલ કરી. આ સાથે જ તેમણે એક બ્રા વડે કેવી રીતે માસ્ક બનાવી શકાય, તે પણ કરી બતાવ્યું. 

વાયરલ થઇ રહ્યો છે વીડિયો 
તેમણે ઇંસ્ટાગ્રામ પર લખ્યું 'શોર્ટ સપ્લાઇ સમયે બન્યું માસ્ક, હવે આપણે મામલો આપણા હાથમાં લેવો પડશે. પુરૂષોએ પણ. વીડિયોમાં ચેલ્સી એક બ્રા વડે માસ્ક બનાવતી નજરે પડી રહી છે. ચેલ્સીના આ આઇડિયાને મારિયા શ્રીવરને ખૂબ પ્રભાવિત કર્યો. મારીયાએ કોમેન્ટ કરી. હું તમને આ રીતે બહાર જવાનો પડકાર ફેંકુ છું કદાચ તમે આમ કરશો પણ. 

A post shared by Chelsea Handler (@chelseahandler) on

તમને જણાવી દઇએ કે કોરોના વાયરસનો કહેર ચાલું છે. દેશમાં સતત બીજા દિવસે લગભગ 2000 લોકોના મોત કોરોનાના લીધે થયા છે. AFPના અનુસાર અમેરિકામાં અત્યાર સુધી 14695 લોકોના મોત કોરોનાના લીધે થયા છે. બુધવારે અમેરિકામાં 1973 લોકોના મોત થયા છે જ્યારે મંગળવારે 1939 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ન્યૂયોર્કના ગર્વનર એંડ્ર્યૂ કુઓમોએ જાણકારી આપી કે બુધવારે ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા એક દિવસમાં 779 સુધી પહોંચી ગઇ છે. 

(ઇનપુટ IANSમાંથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news