એક સમયે માત્ર 250 રૂપિયા કમાતો હતો, આજે છે બોલિવૂડનો હાઈએસ્ટ પેઈડ એક્ટર!

Bollyood માં ઘણા સ્ટાર્સ એક ફિલ્મ માટે એટલી તોતિંગ ફી લે છે કે તેના વિશે જાણીને પણ તમે ચોંકી જશો. પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે તેઓને કમાવાના નામે માત્ર નામના પૈસા મળતા હતા. જાણો આવા જ એક અભિનેતા વિશે જેની પહેલી સેલેરી માત્ર 250 રૂપિયા હતી.

એક સમયે માત્ર 250 રૂપિયા કમાતો હતો, આજે છે બોલિવૂડનો હાઈએસ્ટ પેઈડ એક્ટર!

Highest Paid Actor: બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની એક ફિલ્મની ફી કરોડો રૂપિયા છે. આ સ્ટાર્સ બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક એવો સ્ટાર છે જેની પ્રથમ સેલેરી માત્ર 250 રૂપિયા હતી. શું તમે જાણો છો આ સ્ટાર કોણ છે અને કેવી રીતે આ સ્ટાર બન્યો બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર.

No description available.

આટલા કરોડ લે છે ફીસ 
આ અભિનેતાએ અનેક ફિલ્મોમાં ઉત્તમ અભિનયનો પરિચય આપ્યો છે. કેટલીક એવી ફિલ્મો છે જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મોમાં સંજય દત્તની બાયોપિક 'સંજુ' ફિલ્મ પણ સામેલ છે. આ એક્ટર બીજું કોઈ નહીં પણ રણબીર કપૂર છે. થોડા સમય પહેલા રણબીર કપૂરે પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની પહેલી સેલેરી અંગે ખુલાસો કર્યો હતો. રણબીર કપૂરે કહ્યું હતું કે તેનો પહેલો પગાર 250 રૂપિયા હતો. તેને આ પૈસા ફિલ્મ 'પ્રેમગ્રંથ'માં આસિસ્ટ કરવા માટે મળ્યા હતા. આ ફિલ્મમાં ઋષિ કપૂર લીડ રોલમાં હતા. અભિનેતાએ કહ્યું કે તેણે આ પૈસા તેની માતા નીતુ કપૂરને આપ્યા હતા. જેને જોઈને તે રડી પડી હતી.

No description available.

હવે કરોડોમાં કરે છે કમાણી
શાહરૂખ અને સલમાન ખાન પછી પેઢીના સફળ કલાકારોની યાદીમાં રણબીર કપૂરનો સમાવેશ થાય છે. રણબીર કપૂર અભિનયમાં ઉત્તમ છે અને તેથી જ તેને ક્યારેય નેપોટિઝમ માટે ટ્રોલ કરવામાં આવ્યો નથી. ફીની વાત કરીએ તો રણબીર કપૂરે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' માટે લગભગ 25 થી 30 કરોડ રૂપિયા લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ હિટ થતાં જ એક્ટરે પોતાની ફી વધારી દીધી છે.

No description available.

જલ્દી રિલીઝ થશે એનિમલ 
હાલમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'એનિમલ'ને લઈને ચર્ચામાં છે. પહેલા આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 1 ડિસેમ્બરે રિલીઝ થશે. રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

આ પણ વાંચો:
દેશના આ રાજ્યોમાં હજી 5 દિવસ ચાલશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી ભયંકર વરસાદની આગાહી
બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ

ખૂબ જ કામનો છે તીખા લાલ મરચાંનો ટોટકો, કિસ્મત મારી શકે છે ગુલાંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news