ઈતિહાસ ક્યારેય પૂર્વ પીએમ મનમોહન સિંહને ખોટા નહીં સમજેઃ અનુપમ ખેર
અનુપમ ખેરે જણાવ્યું કે, મારી સૌથી મનપસંદ ફિલ્મોમાંની એક 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું શૂટિંગ પુરું થઈ ગયું છે
Trending Photos
મુંબઈઃ દિગ્ગજ અભિનેતા અમુપમ ખેર પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના જીવન પર લખાયેલા પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પરથી એ જ નામે બની રહેલી ફિલ્મમાં પૂર્વ વડા પ્રધાનનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પુરું થઈ ગયું છે અને તેમણે જણાવ્યું કે, ઈતિહાસ કોંગ્રેસના આ નેતાને ક્યારેય ખોટા નહીં સમજે. અનુપમે શુક્રવારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ મનમોહન સિંહના લૂકમાં ફિલ્મની ક્લેપબોર્ડ લઈને ઊભા છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મનો અંતિમ શોટ 27 ઓક્ટોબરે લેવાયો છે.
અનુપમે વધુમાં જણાવ્યું કે, "મારી સૌથી મનપસંદ ફિલ્મોમાંની એક 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું શૂટિંગ પુરું થઈ ગયું હતું. આભાર. મારો સર્વશ્રેષ્ઠ સમય રહ્યો છે. ડો. મનમોહન સિંહજી તમને તમારા સફર માટે આભાર."
અનુપમે અભિનેત્રી એક્ટ્રેસ સુઝેન બર્નર્ટનો ફોટો પણ શેર કર્યો છે, જે ફિલ્મમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારૂએ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના જીવન પર આધારિત પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર, ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ' લખ્યું છે. સંજય બારુ તેમના મીડિયા સલાહકાર પણ રહે છે.
હંસલ મહેતાએ આ પુસ્તક પર ફિલ્મ બનાવી છે અને તેનું દિગ્દર્શન વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ વડા પ્રધાનનું પાત્ર ભજવ્યું છે.
(ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ)
આ ફિલ્મમાં દિવ્યા સેઠે પીએમ મનમોહન સિંહનાં પત્ની ગુરશરણ કૌરનું પાત્ર ભજવ્યું છે. અર્જુન માથુર રાહુલ ગાંધી બન્યો છે અને અહાના કુમરા પ્રિયંકા ગાંધીના સ્વરૂપમાં જોવા મળશે. રામ અવતાર ભારદ્વાજે અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે. સોનિયા ગાંધીનું પાત્ર ભજવવા માટે જર્મનીની એક કલાકાર સુઝૈન બર્નર્ટને પસંદ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સંજય બારુનું પુસ્તક રિલીઝ થયા બાદ રાજકીય વર્તુળોમાં જોરદાર હોબાળો મચ્યો હતો, કેમ કે પુસ્તકમાં લખ્યું છે કે ડો. મનમોહન સિંહ માત્ર દેખાડાના વડા પ્રધાન હતા. તેમનું મંત્રીમંડળ અને ત્યાં સુધી કે પીએમઓ પણ તેમના નિયંત્રણમાં ન હતું. દેશની સત્તા સોનિયા ગાંધીના ઘરેથી ચાલતી હતી. કેમ કે, વડા પ્રધાન કરતાં વધુ સત્તા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે હતી અને મનમોહન સિંહ તેમના મદદનીશ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે