Tiger 3 EXCLUSIVE: શું 'ટાઈગર 3' માં સલમાન ખાનની જગ્યાએ જોવા મળશે આ એક્ટર?, ઇમરાન હાશમીનો પણ ખાસ રોલ

Shah Rukh Khan-Salman Khan: 'ટાઈગર 3' ફિલ્મને લઇને મોટો સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના સ્ટાર સલમાન ખાન અને કેટરીના કેફની ફિલ્મ 'ટાઈગર 3' ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વખતે ફિલ્મમાં ઇમરાન હાશમી પણ જોવા મળશે.

Tiger 3 EXCLUSIVE: શું 'ટાઈગર 3' માં સલમાન ખાનની જગ્યાએ જોવા મળશે આ એક્ટર?, ઇમરાન હાશમીનો પણ ખાસ રોલ

Tiger 3 EXCLUSIVE: બોલીવુડના સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર' સુપર હિટ થયા બાદ 'ટાઇગર ઝિન્દા હૈ' ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી. જો કે, સમાચાર મળી રહ્યા છે કે, હવે શાહરૂખ ખાન ટાઇગર 3 માં જોવા મળશે. ત્યારે શું હકિકત છે તે અમે તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ફેબ્રુઆરીમાં સલમાન ખાને મુંબઇમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં પોતાનો કેમિયા રોલનું શુટિંગ કર્યું છે. ત્યારે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ માટે સલમાન ખાન રશિયન માફિયા, બંદુકો, કાર, હેલિકોપ્ટર અને ટ્રેન સાથે એક એક્શન સીન માટે લગભગ 10 દિવસનું શુટિંગ કરવા જઈ રહ્યા છે. ત્યારે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે શાહરૂખ ખાન પણ સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' માં કેમિયો રોલ કરવાના છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન પણ 'ટાઈગર 3' માટે સલમાન ખાન સાથે લગભગ 10 દિવસનું શુટિંગ કરશે. જ્યાં સલમાનની 'પઠાણ'માં હેલિકોપ્ટરથી એન્ટ્રી થઈ હતી, ત્યારે ટાઈગર 3 માં શાહરૂખ ખાન માટે એક ખાસ ઇન્ટ્રોડક્શન સીન તૈયાર કરવામાં આવ્યો છે, જેને હાલ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ટાઈગર 3 ને મનીષ શર્માએ ડાયરેક્ટ કરી છે. ત્યારે આ કહેવું ખોટું નહીં હોય કે શાહરૂખ અને સલમાન ફરી એકવાર એક સાથે સ્ક્રીન પર જોવા ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય, કેમ કે, ફેન્સ તેમના 'કરણ-અર્જુન'ને એક વખત નહીં, પરંતુ વર્ષ 2023 માં બે વખત એક સાથે જોવાની તક મળશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fangirl❤ (@srkxvibes)

જ્યાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023 માં રીલિઝ થવા તૈયાર છે. ત્યારે સલમાન ખાન, કેટરીના કેફ અને ઇમરાન હાશમીની ટાઈગર 3 ફિલ્મ ઇદ 2023 પર રીલિઝ થશે. પઠાણમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ શાહરૂખ ખાન સાથે જોવા મળશે. પઠાણ અને ટાઈગર 3 ઉપરાંત સલમાન અને શાહરૂખ પાસે આ સમયે ઘણી મોટી ફિલ્મો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news