શાહરૂખની પુત્રી સુહાના થઇ 18 વર્ષની, ગૌરીખાને Share કર્યા Photo
બોલીવુડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આજે આખા 18 વર્ષની થઇ ગઇ છે. એવામાં સુહાનાના 18મા જન્મદિવસના ઠીક પહેલાં મમ્મી ગૌરી ખાને સહાનાની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આજે આખા 18 વર્ષની થઇ ગઇ છે. એવામાં સુહાનાના 18મા જન્મદિવસના ઠીક પહેલાં મમ્મી ગૌરી ખાને સહાનાની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. લાગે છે ક ગૌરી ખાન પોતાની લાડલીને એક જોરદાર સરપ્રાઇઝ આપવાની તૈયારી કરી રહી છે. આ ફોટો તો સેલીબ્રિટી ફોટોગ્રાફરે પાડ્યો છે, પરંતુ ગૌરી ખાને ફોટો શેર કરતાં કરણ જોહરનો આભાર વ્યક્ત કર્યો છે.
ગૌરી ખાન દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટોમાં સુહાના એકદમ સુંદર દેખાઇ છે. કેમેરા તરફ જોઇ રહેલી સુહાના આ પોઝમાં ખૂબ કોન્ફિડેંટ જોવા મળી રહી છે. આમ તો શાહરૂખ ખાન પહેલાં જ પોતાના ઇન્ટરવ્યૂંમાં ખુલાસો કરી ચૂક્યા છે કે તેમની પુત્રી પણ તેમની માફક ફિલ્મોમાં પગલાં માંડવા માંગે છે. એવામાં સુહાનાના આ ફોટોને જોતાં એ તો નક્કી છે કે તે કેમેરા અને બોલીવુડ માટે લગભગ તૈયાર છે.
આ ફોટો સુહાના ખાન પહેલાં મેગેજીન શૂટનો લાગી રહ્યો છે. જોકે આ વર્ષની શરૂઆતમાં જ ગૌરી ખાને ખુલાસો કર્યો હતો કે સુહાના ટૂંક સમયમાં જ પોતાના પહેલા પ્રોજેક્ટ તરીકે એક મેગેજીન શૂટ કરવા જઇ રહી છે. જોકે ગૌરીખાને આ મેગેજીનનું નામ જણાવ્યું ન હતું.
શાહરૂખ ખાનની પુત્રી આમ તો હજુ સુધી ફિલ્મોથી દૂર રહી છે, પરંતુ તેની ફેન ફોલોઇંગ પોતાના પપ્પાની માફક સારી છે. સોશિયલ મીડિયા પર સુહાના ઘણા ફેનપેજ છે, જ્યાં મોટાભાગે તેમના ફોટા સામે આવતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે