દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓ જેલ હવાલે, પોલીસે રિમાન્ડ ન માંગતા કોર્ટનો આદેશ
લોકસાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટે જેલ હવાલે કર્યો છે. મયૂરસિંહ રાણા પર હુમલો કર્યાં બાદ દેવાયત 10 દિવસ ફરાર રહ્યો હતો. ત્યારબાદ તે શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આજે દેવાયતના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં બિલ્ડર પર હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ શુક્રવારે 10 દિવસ ફરાર રહ્યાં બાદ અચાનક ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત સાથે તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. શનિવારે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રાજકોટ પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડનો સમય પૂરો થતાં ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા ત્રણેયને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
10 દિવસ સુધી ફરાર રહ્યો હતો દેવાયત ખવડ
ગુજરાતમાં ડાયરાઓ કરતો દેવાયત ખવડ મયૂરસિંહ નામના વ્યક્તિ પર હુમલો કર્યાં બાદ ફરાર થઈ ગયો હતો. તે 10 દિવસ ફરાર રહ્યાં બાદ પોતાના બે સાગરીતો સાથે શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આ દરમિયાન દેવાયત ખવડે કઈ જગ્યાએ આશરો લીધો તેની તપાસ પોલીસ કરી રહી છે. દેવાયત ખવડે પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધો હોવાનું કહી રહ્યો છે. આ સમયે દેવાયત ખવડના ડ્રાઈવરે પણ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો.
શું છે સમગ્ર ઘટના?
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ રાણા 7 ડિસેમ્બરે સર્વેશ્વર ચોકમાં પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી એક કાર આવી અને તેમાંથી દેવાયત ખવડ તથા અન્ય વ્યક્તિ ઉતર્યો હતો. ત્યારબાદ દેવાયત અને અન્ય વ્યક્તિએ મયૂરસિંહ પર ગુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઈપ વડે માર મારીને દેવાયત ખવડ ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ દેવાયત ફરાર થઈ ગયો હતો.
કોર્ટે શનિવારે બે દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર
લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે અને આજે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. ત્યારે આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દેવાયત અને અન્ય બે આરોપીઓને પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે