કોરોના

CORONA ની સહાય માટે કોઇ દોડાદોડીની જરૂર નથી, અહીં એપ્લાય કરો 30 દિવસમાં પૈસા આવી જશે

કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજયસરકાર કટિબધ્ધ છે તેવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીગ રાજ્યના મહેસુલ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે અને તેનાં ૩૦ દિવસમાં જ સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થઇ જશે. 

Dec 3, 2021, 11:27 PM IST

તહેવારોમાં મોજ માણી પરત ફરતા લોકોના કોરોના ટેસ્ટને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રીએ કહી આ વાત

આજે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કેસો સંદર્ભે અને વેકસીનેશન સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. દેશમા કોરોનાની ત્રીજી લહેર ન આવે તે બાબતે ચર્ચા થઈ હતી. કોરોનાના બીજા ડોઝ માટે લગભગ 32 લાખ લોકોએ ડોઝ લીધો નથી

Nov 11, 2021, 10:37 PM IST

કોરોના કાળમા માનવો બાદ હવે મોરબીનો આ ઉદ્યોગ વેન્ટિલેટર પર, તહેવાર છતા માંગ નહી

આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે. ભાઈની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવામાં આવે છે. જેને દેશના જુદાજુદા રાજ્યમાં મોકલાવવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરના લીધે માંગ ઘટી ગઈ છે અને ઉત્પાદન લગભગ ૪૦ ટકાથી વધુ ઘટી ગયું છે.

Jul 27, 2021, 11:53 PM IST
EDITOR'S POINT: PM Modi gave 6 big gifts to Gujarat PT7M40S

EDITOR'S POINT: PM મોદીએ ગુજરાતને આપી 6 મોટી ગિફ્ટ

EDITOR'S POINT: PM Modi gave 6 big gifts to Gujarat

Jul 16, 2021, 10:55 PM IST
EDITOR'S POINT: Attack on Gujaratis in South Africa, Indians in danger PT6M11S
EDITOR'S POINT: Corona's third wave begins in Europe, India beware PT5M35S
EDITOR'S POINT: Water logging in Mumbai due to heavy rains PT5M

EDITOR'S POINT: ભારે વરસાદને કારણે મુંબઇ પાણી પાણી

EDITOR'S POINT: Water logging in Mumbai due to heavy rains

Jul 16, 2021, 10:45 PM IST

અમે તો ફરવાના ! શનિ-રવિમાં ગુજરાતીઓ કોરોનાની ભયાનક સ્થિતી ભુલી પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યાં

કોરોનાની બીજી લહેર હવે લગભગ પુર્ણ થઇ ચુકી હોય તેવી સ્થિતિ છે. જેના પગલે રાજ્યનાં પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્રીજી લહેરને જાણે ગુજરાતીઓ આમંત્રણ આપી રહ્યા હોય તે પ્રકારે ગુજરાતના તમામ પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને આજે શનિ-રવિની રજાઓ અને અષાઢી બીજ હોવાનાં કારણે લોકોનાં ટોળેટોળાએ એકત્ર થયા હતા. યાત્રાધામ પાવાગઢમાં એક લાખથી વધારે લોકો એક જ દિવસમાં નોંધાય હતા. આ ઉપરાંત સાપુતારા, વ્હીલ્સન હીલ, ડોન હીલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ- દમણ તમામ સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 

Jul 12, 2021, 06:25 PM IST
Sunday Special: Welcome your son's wife, then why dismissal your daughter? PT7M38S

SURAT: પ્રથમ વેવમાં મંદ પડી ગયેલો હીરા ઉદ્યોગ બીજા વેવ બાદ સોળે કળાએ ખીલી ઉઠ્યો ઉદ્યોગ

કોરોના કાળમા તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ડાયમંડ ઉધોગમાં પણ તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મંદીના કારણે રત્નકલાકારોને પણ છૂટા કરવાની નોબત આવી રહી હતી. જો કે જેમ-જેમ પરિસ્થિતિ સુધારો જોવા મળી રહે છે, ત્યાર બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ રત્ન કલાકારો પાસેથી ઓવર ટાઈમ પણ કરાવવામાં આવી રહ્યો છે.

Jul 2, 2021, 10:35 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 490 કેસ,1279 દર્દી રિકવર, 6 નાગરિકોનાં મોત

રાજ્યમાં કોરોના ફરી એકવાર કાબુમાં આવી રહ્યો છે. સેકન્ડવેવમાં રાજ્યની કમર ભાંગી નાખ્યા બાદ કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં સાંજે 2,94,583 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર 97.46 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 490 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 1278 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 7,99,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 12, 2021, 07:55 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના 1333 નવા કેસ,4098 રિકવર, 18 ના મોત

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ રાજ્યમાં 26232 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 452 વેન્ટિલેટર પર છે. 25780 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 7,75,958 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 9873 દર્દીઓનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે કુલ 18 લોકોનાં મોત નિપજ્યાં છે. 

Jun 2, 2021, 07:55 PM IST

GTU દ્વારા થોરમાં ઉગતા લાલ ઝીંડવામાંથી બનાવી કોરોના માટેની અક્સીર દવા

સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમિયાન અને કોરોના મટ્યા બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની ફરિયાદ રહેતી હોય છે. તેવામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડિસિન કોરોનાની સારવાર માટે અસરકારક સાબિત થઇ છે. 

May 25, 2021, 06:45 PM IST