'બાબરી છીનવી, તમે જ્ઞાનવાપી નહીં છીનવી શકો, મસ્જિદ હતી અને રહેશે', સર્વે પર ઓવૈસીનું નિવેદન

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે, હું સરકારને બતાવવા માંગું છું કે અમે એક બાબરી મસ્જિદને ખોઈ છે, અમે બીજી મસ્જિદ બિલકુલ ગુમાવીશું નહીં. તમે મક્કારી અને અય્યારીથી ન્યાયની હત્યા કરીને અમારી મસ્જિદ છીનવી લીધી. તમે બીજી મસ્જિદ નહીં છીનવી શકશો, યાદ રાખજો.

'બાબરી છીનવી, તમે જ્ઞાનવાપી નહીં છીનવી શકો, મસ્જિદ હતી અને રહેશે', સર્વે પર ઓવૈસીનું નિવેદન

ગૌરવ પટેલ/અમદાવાદ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે (શનિવાર) જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પહેલા દિવસનો સર્વે પુરો થયો છે. જ્ઞાનવાપી સર્વે પર AIMIM ચીફ અસદ્દુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે બાબરી છીનવી, જ્ઞાનવાપી નહીી છીનવી શકો. જ્ઞાનવાપી મસ્જિદ હતી અને રહેશે.

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે, હું સરકારને બતાવવા માંગું છું કે અમે એક બાબરી મસ્જિદને ખોઈ છે, અમે બીજી મસ્જિદ બિલકુલ ગુમાવીશું નહીં. તમે મક્કારી અને અય્યારીથી ન્યાયની હત્યા કરીને અમારી મસ્જિદ છીનવી લીધી. તમે બીજી મસ્જિદ નહીં છીનવી શકશો, યાદ રાખજો.

— Zee News (@ZeeNews) May 14, 2022

ઉલ્લેખનીય છે કે, અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ ગેરબંધારણીય છે. આવો આદેશ આપવો જોઈતો ન હતો. બાબરી મસ્જિદ પાર્ટ-2ની આ તૈયારી ચાલી રહી છે. તેની તરફ આ પહેલું પગલું છે. આની પાછળ એક ષડયંત્ર છે.તેમણે ઉમેર્યું હતું કે અમે તમારી વાતોનો ભરોસો કરવાના નથી, કે અમે બચાવીશું. તમે નહીં બચાવો. ઇન્શાઅલ્લાહ આ વખતે અમે અમારી મસ્જિદને, તહઝીબને બચાવીશું.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું બહુ જવાબદારી સાથે કહું છું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી, છે અને રહેશે. 1991નો કાયદો કહે છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ જે મસ્જિદ હતી તે અકબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ તેના નેચર અને ચારિત્ર્યને બદલવા માંગે છે, તો 1991ના સંસદનો કાયદો કહે છે તેના પર કેસ કરો. જેલમાં મોકલો અને જો કોર્ટ ચુકાદો આપે તો 3 વર્ષની સજા થશે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ કટ્ટરપંથી શું કરી રહ્યા છે અને સમજો કે કટ્ટરપંથી બળ માત્ર ભાજપ નથી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પણ છે. તેઓ બધા ઇચ્છે છે કે મુસ્લિમો ફક્ત તેમના ઘરોમાં જ મુસ્લિમ રહે, પરંતુ જો તેઓ ઘરની બહાર જાય તો તેઓ મુસ્લિમ ન રહે. જ્ઞાનવાપીના સર્વે અંગે વડાપ્રધાને મૌન તોડવું જોઈએ.

ઓવૈસીએ અમદાવાદમાં નિવેદન આપતા જણાવ્યું છે કે, આજે દેશમાં નોકરીઓ નથી, બેરોજગારી સોથી વધારે આપણા દેશમાં છે. કોલસાની તંગી છે. સેમી કંડક્ટર મળતા નથી. આ બધી વાતો માત્ર નફરત વધારે છે. આઠ વર્ષમાં મોદી સરકારે આ આપ્યું છે. ઓવૈસીએ ઉમેર્યું હતું કે, હાલ એવા પ્રયત્ન થઇ રહ્યા છે કે મુસલમાનોના કલ્ચરને ખતમ કરી નાખવામાં આવે. મોંઘવારી વિશે વાત નથી, રૂપિયા ઘટી રહ્યો છે તેની વાત નથી. પ્રધાનમંત્રી બન્યા પહેલાં મોદી કહેતા હતા કે પ્રધાનમંત્રી અને રૂપિયા વચ્ચે હોડ લાગી છે.  

જ્ઞાન વાપી મસ્જીદ મુદ્દે નિવેદન આપતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, ૧૯૯૧ માં આ મુદ્દા પર અલ્હાબાદ કોર્ટે સ્ટે આપ્યો હતો. હવે નામ બદલી કોર્ટમાં જવામાં આવે છે. ૧૯૯૧ ના સ્ટેને ધ્યાને લેવાય છે. આખા દેશને જુઠુ બોલવામાં આવ્યું કે મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવવાનાં આવી. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વાત ખોટી છે. ૧૯૯૧ માં જે કાયદો બનાવવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં જે સ્ટ્રેચર હતું તે રાખવામાં આવશે. તો કયા આધારે આજે સર્વે કરાવો છો. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નજર રહેશે. 

ઓવૈસીએ જણાવ્યું હતું કે, સરકાર ની નિયતમાં ખોટ છે. તમે દેશને રમખાણોના માહોલમાં ફરી મોકલાવા માંગો છો. જેમાં આખી પેઢી ખતમ થઇ ગઇ. અમે નથી ઇચ્છતા કે ફરી દેશમાં એ માહોલ ઉભો થાય. પ્રધાનમંત્રી અય્યુબ પટેલના દિકરીના આંસુનાં કારણે ભાવુક થયા તો ૧૯૯૧ કાયદા વિશે કેમ નથી બોલતા. તમારી બંધારણીય જવાબદારી છે કે તેઓ મૌન તોડીને કહે ૧૯૯૧ ના કાયદાના પાલન માટે સરકાર કટીબ્ધ્ત છે. આવા પ્રકારના હથકંડાથી જ અમે બાબરી મસ્જીદ ગુમાવી હતી. જેનાથી ભારત નબળું પડ્યું, કાયદાનું પાલન ઘટ્યું. સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હોવા છતાં બાબરી તોડવામાં આવી. અમારી એક જ માંગ છે ૧૯૯૧ના કાસદનું પાલન થાય.  

બીટીપી અને આપ મુદ્દે નિવેદન આપતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, દરેક પાર્ટીને અલાયન્સ કરવાનો અધિકાર છે. કોંગ્રેસ મુદ્દે જણાવ્યું કે, ગુજરાતમાં ૮ થી ૧૦ ધારાસભ્યો બન્યા તો કોગ્રેસ શુ કરશે? કોંગ્રેસ નહી ચાર્જ થવા વાળી બેટરી છે. તે ફરીથી રીચાર્જ થશે નહી. તે માત્ર આક્ષેપ કરે છે. મોટા મોટા લોકો તેમની સાથે કામ કરવા તૈયાર નથી. 

ઓવૈસીએ ઉમેર્યું હતું કે, અકબરૂદ્દીન ઔરંગાબાદમાં બાળકોને ફ્રી સ્કુલ આપી રહ્યા છે. જે ચાદર ચઢાવવાની વાત છે તે એએસઆઈ પ્રોટ્કેટેડ ઇમારત છે. જે પ્રધાનમંત્રીના ક્ષેત્રમાં આવે છે. મીમનો એજન્ડા છે. ગુજરાતમાં માઇનોરીટી અને અલ્પસંખ્યના નેતા જન્મ લેવા જોઇંએ. અમે ગુજરાતમાં હશું તો મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય મુદ્દે કામ કરીશું. 

તેમણે જણાવ્યું કે, ક્લીમી સીદ્દકીને કોણે જેલમાં મોકલ્યા છે તેઓ નિર્દેોષ છુટશે. ભાજપ પાર્ટી નિરાશ છે તેમનું ફ્રસ્ટેશન છે. હું તોડવાની નહી જોડવાની વાત કરૂ છું. ગરીબો વોટ આપે છે અમીરો નહી પણ ગરીબોને  પરેશાન કરાય  છે. શા માટે ખંભાતમા અને હિંમતનગરમાં મકાનો તુટ્યા તો પ્રધાનમંત્રી ભાવુક ન થયા તેમ કહીને આકરા પ્રહારો કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news