bharuch

Accident Near Bharuch PT3M6S

ભરૂચ નજીક અકસ્માત થતા 15 મુસાફરો ઇજાગ્રસ્ત

ભરૂચ નજીક અકસ્માત થતા 15 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત વાલિયા-નેત્રંગ વચ્ચે થયો છે.

Feb 17, 2020, 10:45 AM IST
Filmi happening at trauma center at Bharuch PT3M8S

ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અનોખો ફિલ્મી બનાવ

ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અનોખો બનાવ બન્યો છે. અહીં એક વ્યક્તિ Three idiots ફિલ્મથી પ્રભાવિત થઈને દર્દીને લઈ એક્ટિવા સાથે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘૂસી જતા ધમાલ મચી ગઈ હતી.

Feb 10, 2020, 12:20 PM IST

ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ 

ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

Feb 5, 2020, 07:02 PM IST
Gujarat Yatra Arrived At Bharuch Watch Video PT12M9S

Gujarat Yatra: ભરૂચના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે ભરૂચ ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Feb 3, 2020, 08:00 PM IST

સુરત અને ભરૂચ જિલ્લામાં દીપડાનો ખૌફ: 'દીપડાને ઠાર મારો નહીતર ચૂંટણીમાં વનમંત્રીનો બહિષ્કાર કરીશું'

સમગ્ર સુરત જિલ્લાના મહુવા, બારડોલી, માંડવી, માંગરોળ તાલુકામાં દીપડાનો આતંક છે. દીપડા દ્વારા પશુઓના મારણ કરવામાં આવી રહ્યું છે જ્યારે માંડવી તાલુકામાં નરભક્ષી દીપડાએ ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં પાતાલ ગામે ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું. દીપડાના હુમલા બાદ માંડવી વનવિભાગ હરકતમાં આવી સાસણ ગીરના નિષ્ણાતોની મદદ લઇ નરભક્ષી દીપડાને પાંજરે પૂર્યો હતો. અને ત્યાર બાદ દીપડાના હુમલા બંધ થઈ ગયા હતા. 

Feb 3, 2020, 01:00 PM IST
Bharuch accident on dahej road watch video on zee 24 kalak PT1M32S

ભરૂચ: LPG ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, ટક્કર બાદ LPG લીકેજથી દોડધામ

ભરૂચના દહેગામ નજીક એલપીજી ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો. ભરૂચ દહેગામ નજીક LPG ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત. દહેજ માર્ગ પર રોડ સ્ટ્રેચર મશીન સાથે ટેન્કર વચ્ચે ટક્કર. ટક્કર થયા બાદ LPG લીક થતા દોડધામ મચી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી લીકેજ પર કાબૂ મેળવ્યો.

Jan 30, 2020, 10:05 AM IST
Ambulance stuck in heavy traffic on national highway near bharuch PT2M

વાહનોની લાંબી કતાર વચ્ચે નેશનલ હાઈવે 48 પર ફસાઈ એમ્બ્યુલન્સ

ભરૂચ પાસે નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલ પ્લાઝા ફરી એક વાર ટ્રાફિકને લઇ વિવાદમાં આવ્યું છે. ટોલ પ્લાઝા ખાતે સર્વિસ રોડ પર ભારે ટ્રાફિકને કારણે કારણે એમ્બ્યુલન્સ ફસાઇ હતી. વાહનોની કતાર વચ્ચે દર્દી સાથે ફસાયેલ એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થયો છે. ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટૅગના અમલ બાદ પણ ટ્રાફિક સમસ્યા જૈસે થે છે.

Jan 29, 2020, 10:55 AM IST
Leopard Caught In Chikhali Village Of Bharuch PT1M55S

ભરૂચના ચીખલી ગામમાંથી દીપડો પકડાયો

ભરૂચના નેત્રંગ તાલુકાના ચીખલી ગામ ખાતેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો. સીમમાં પશુનું મારણ કર્યા બાદથી વન વિભાગે ગોઠવેલા પાંજરે દીપડો ઝડપાયો. ખુંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

Jan 28, 2020, 07:05 PM IST
Complain against GNFC at Bharuch PT3M18S

ભરૂચ ભાજપના ધારાસભ્યોએ GNFC બાબતે કરી મહત્વની રજુઆત

ભરૂચ ભાજપના ધારાસભ્યોએ GNFC બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રહિયાદ ખાતે બનેલા GNFC ના ટી.ડી.આઈ. પ્લાન્ટમાં ફોસજીન નામના લિકવિડ ગેસ સ્ટોરેજ બાબતે રજુઆત કરાઈ છે. અત્યંત ભયજનક અને જોખમી ગેસનું સ્ટોરેજ ભરૂચ માટે ખતરારૂપ હોવાની રજુઆત કરી છે.

Jan 24, 2020, 10:10 AM IST
Letter To CM Against The Arbitrary Policy Of GNFC Officers PT3M26S

GNFC અધિકારીઓની મનસ્વી નીતિ સામે સીએમને પત્ર

ભાજપના બે ધારાસભ્ય અને મંત્રી દ્વારા જીએનએફસી કંપની વિરુદ્ધ સરકારમાં રજૂઆતના મામલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી હતી. જીએનએફસી મેનેજમેન્ટ અને એમડી સામેની રજૂઆતનું કેટલાક લોકો ખોટું અર્થઘટન કરી રહ્યા છે. ધારાસભ્યોની નારાજગી સરકાર સામે નથી કેટલાક લોકો દુષ્પ્રચાર કરી રહ્યા છે. આ મામલે કોંગ્રેસે સરકાર સામે ભાજપના ધારાસભ્યો નારાજ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Jan 23, 2020, 10:30 PM IST

ભરૂચ ભાજપમાં GNFC મુદ્દે ભડકો? શહેરને ભોપાલ બનતું અટકાવવા MLAની રજુઆત

જાગ્યા ત્યાંથી સવાર. આ કહેવત હવે ભરૂચના ધારાસભ્યો એ સાર્થક કરી છે. ભરૂચને ભોપાલ બનતું અટકાવવા માટે અહીંના ધારાસભ્યોએ દહેજના રહિયાદ ખાતે આવેલ ટીડીઆઈ પ્લાન્ટ બાબતે લાલ આંખ કરી છે. ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે આવેલ જીએનએફસી નો ટીડીઆઈ પ્લાન્ટ ફરી એક વાર વિવાદ માં આવ્યો છે. ભરૂચના ત્રણે ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને જીએનએફસી માં ચાલતી અધિકારીઓની મનસ્વી નીતિના કારણે આવનાર સમયમાં ભરૂચમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તેમજ ઉત્પાદિત થયેલ માલ બજારમાં વેચાણ કરવામાં જે વિલંબ થઇ રહ્યો હોઈ તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. 

Jan 23, 2020, 07:07 PM IST
Water Wastes On Bharuch Highway PT3M11S

ભચાઉ ચોપડવા હાઇવે પર મોટા પ્રમાણમાં પાણીનો વેટફાટ

કચ્છમાં ભચાઉ-ચોપડવા હાઇવે બાજુમાં આવેલ મુખ્ય નર્મદાની લાઇનના વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.

Jan 21, 2020, 09:05 PM IST

અમદાવાદ આવી રહેલી લક્ઝરીનો ટ્રક સાથે અકસ્માત, 3નાં મોત, 15થી વધારે ઇજાગ્રસ્ત

ભરૂચ હાઇવે પર આવેલા વડદલા ગામ નજીક લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મુસાફરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોની સ્થિતી હજી પણ ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. 

Jan 20, 2020, 05:02 PM IST

ભરૂચમાં વીજ કંપનીનાં દરોડા, 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

ભરૂચ જિલ્લાની વીજ કંપનીની વિજીલન્સ ટીમ દ્વારા વીજ ચોરી કરતા તત્વોને ડામવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વાલિયા તાલુકાનાં 17 ગામોમાં પાડેલા દરોડામાં 160 જેટલા બિનકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા. બિનકાયદેસર વીજ વપરાશ કરતા ઝડપાયેલા ધારકોને 45 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજીલન્સનાં દરોડાને પગલે અન્ય ગામોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે સવારે લોકોની ઉંઘ ઉડે તે પહેલા વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 

Jan 20, 2020, 12:26 AM IST
Fire At Cement Pipe Factory On Maktampur Road In Bharuch PT4M17S

ભરૂચના મકતમપુર રોડ પર સીમેન્ટ પાઇપ ફેક્ટરીમાં આગ

ભરૂચના મકતમપુર રોડ પર આવેલ એક સીમેન્ટ પાઇપ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરૂચ મકતપુર રોડ પર સી ડિવિઝન પોલીસ ચોકીની પાછળ આવેલી ફેકટરીમાં આગ લાગી હતી. ભરૂચ ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

Jan 17, 2020, 09:30 PM IST
Shari Maholla Ni Khabar: Woman Take Jal Samadhi In Bharuch PT5M49S

શેરી મહોલ્લાની ખબર: ભરૂચમાં યુવતીએ લીધી જળસમાધિ

ભરૂચ જિલ્લાના નેતંર્ગ તાલુકાના ભાંગોરી ગામની 22 વર્ષીય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે યાત્રાએ ગઇ હતી. દર વર્ષે ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી જોડાઇ હતી.જો કે આ વખતે તે સંઘ સાથે ગઇ તે પહેલા પરિવારને કહીને ગઇ હતી કે હવે હું પાછી નહી આવું મારે ત્યાં સમાધી લેવી છે. જો કે પરિવારે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ સાચે જ યુવતીએ રણુજા ખાતે આવેલી વાવમાં જળસમાધિ લીધી હતી. તેના મૃતદેહને વતન લાવી અગ્નિસંસ્કાર કરવાનાં બદલે સમાધિસ્થ કરવામાં આવ્યું હતું. તેનાં કાકાનાં ખેતરમાં સમાધી બનાવીને હવે ત્યાં મંદિર બનાવવામાં આવશે.

Jan 16, 2020, 06:40 PM IST
5 Year Old Girl Throat Cut by Kite Lead In Bharuch PT3M1S

ભરૂચમાં માતા સાથે જતી 5 વર્ષની બાળકીને ગળામાં દોરી વાગતા ઈજાગ્રસ્ત

ભરૂચના લિંક રોડ પર માતા સાથે મોપેડ પર જતી પાંચ વર્ષીય બાળકીના ગળામાં પતંગની દોરી આવતા ઈજા પહોંચી હતી. મનીષાનંદ કોમ્પ્લેક્ષમાં પોતાના ઘરેથી માતા સુપ્રિયાબેન સાથે પુત્રી નિત્યા સાથે માતળીયા તળાવ તરફ કામ અર્થે જતી વેળા આ ઘટના બની હતી. બાળકીનું ગળું કપાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

Jan 12, 2020, 10:15 PM IST
Recident Beaten A Young Man At Zadeshwar In Bharuch PT4M16S

ભરૂચના ઝાડેશ્વરમાં સ્થાનિકોએ એક યુવકને ચખાડ્યો મેથીપાક, જુઓ Video

ભરૂચમાં ચોરીની શંકાએ એક વ્યક્તિને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો છે. એક ઇસમને માર મરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝાડેશ્વર વૈભવ સોસાયટીનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. સી ડિવિઝન પોલીસે મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Jan 9, 2020, 07:50 PM IST
One Killed In Jambusar PI Industries Blast At Bharuch PT1M39S

ભરૂચના જંબુસરની પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, એકનું મોત

ભરૂચના જંબુસરની પી.આઇ.ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ હતી. 8 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 7 જેટલા કામદાર વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી.

Jan 6, 2020, 04:25 PM IST
What The Situation Of Farmers Of Bharuch PT4M4S

Zee 24 Kalak પર જાણો ભરૂચના ખેડૂતોની શું છે પરિસ્થિતિ, જુઓ વીડિયો

ભરૂચના શુક્લતીર્થના ગામના ખેડૂતો પાસેથી જાણીશું કે તેઓને કિશાન સન્માન નિધિના ૨૦૦૦, પાકની નુકશાનીનું વળતર અથવા પાક વિમાન નાના કે પછી સમયસર ખાતર મળે છે કે કેમ. તો અહીં સૌથી મોટી સમસ્યા છે કે આ ગામ નર્મદા નદીના કિનારે આવેલ હોવાથી પૂર્ણ પાણી કિનારાના ખેતરોમાંના પાકને ભારે નુકશાન કરે છે.

Jan 5, 2020, 10:20 PM IST