ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું તો હવે ખેર નથી, થઇ શકે છે આવી સજા
વડોદરામાં ટ્રાફીકના નિયમોનો ઉલ્લંઘન કરનારા વાહનચાલકોની હવે ખેર નથી. કારણ કે, વડોદરા પોલીસ કમિશનર અને આરટીઓએ સંયુકત રીતે મળી એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી વાહનચાલકોના હોશ ઉડી જશે. વડોદરામાં ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા 215 જેટલા વાહનચાલકોના પોલીસ અને આરટીઓએ સંયુકત રીતે મળી લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જેનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ કમિશનર, આરટીઓ, કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે બુધવારે સંકલન સમિતીની બેઠક મળી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં ટ્રાફીકના નિયમોનો ઉલ્લંઘન કરનારા વાહનચાલકોની હવે ખેર નથી. કારણ કે, વડોદરા પોલીસ કમિશનર અને આરટીઓએ સંયુકત રીતે મળી એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી વાહનચાલકોના હોશ ઉડી જશે. વડોદરામાં ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા 215 જેટલા વાહનચાલકોના પોલીસ અને આરટીઓએ સંયુકત રીતે મળી લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જેનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ કમિશનર, આરટીઓ, કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે બુધવારે સંકલન સમિતીની બેઠક મળી હતી.
જેમાં પોલીસ કમિશનરે આરટીઓને ટ્રાફિકના નિયમોના ભંગ કરતા 250 વાહનચાલકોની યાદી આપી હતી. જેમાંથી આરટીઓએ સ્ક્રુટિની કર્યા બાદ ગફલત રીતે વાહન હંકારી ફેટલ અકસ્માત કરનારા 147 અને રોંગ સાઈડ અને ત્રિપલ સવારી વાહન હંકારનારા કુલ 215 વાહનચાલકોના લાયસન્સ 3 થી 6 માસ સુધી સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કમિશનરે કહ્યું કે, જે લોકો ત્રણથી વધુ વખત ટ્રાફીકના નિયમોનો ભંગ કરશે તેમના લાયસન્સ કાયમ માટે રદ કરાશે સાથે જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
બોલિવુડ સિંગર બનવાના સપના જોતી સુરતના ધનાઢ્ય પરિવારની દીકરી સંયમના માર્ગે નીકળી
પોલીસ અને આરટીઓના કડક કાર્યવાહી બાદ પણ જાણે વાહનચાલકોને કોઈ જ ફરક ન પડયો હોય તેમ આજે પણ તેઓ રોગ સાઈડ પરથી વાહન હંકારતા નજરે પડયા હતા. ઝી 24 કલાકની ટીમે અલકાપુરીમાં રોગ સાઈડ પર વાહન ચલાવતા લોકોને કેમેરામાં ઝડપી પાડયા હતા. વાહનચાલકોને જયારે રોગ સાઈડ વાહન કેમ હંકારો છો તેમ પુછવામાં આવ્યું ત્યારે અલગ અલગ બહાના બનાવ્યા હતા. તેમજ બીજીવાર રોગં સાઈડ વાહન નહી ચલાવીએ તેવો જવાબ પણ આપ્યો હતોચ. પોલીસ અને આરટીઓની કાર્યવાહી બાદ ટ્રાફીક એકસપર્ટ સત્યન કુલાબકરે કહ્યું કે, પોલીસની કડક કાર્યવાહી પ્રથમ વખત થઈ છે. જેનાથી લોકોમાં ચોકકસથી જાગૃતતા આવશે.
વૈષ્ણોદેવી દર્શને ગયેલી સુરતની બસને અકસ્માત, 2ના મોત, 24 ઘાયલ
પોલીસે વાહનચાલકોની બીજી યાદી પણ તૈયાર કરી લીધી છે. અને હવે દર 15 દિવસમાં બે વખત આરટીઓમાં પોલીસ વાહનચાલકોની યાદી આપી તેમના લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા અભિપ્રાય આપશે. એટલું જ નહી સીસીટીવી કેમેરાથી પણ વધુને વધુ ટ્રાફીકના નિયમોના ભંગ કરનારા વાહનચાલકોના ફોટા પાડી ઈ ચલન જનરેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં જે વાહનચાલક હવે રોગ સાઈડ, ત્રણ સવારી કે પુરપાટ ઝડપે વાહન હંકારશે તેને મોટી કિંમત ચુકવવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે