સીઆર પાટીલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ઘણા નેતાઓના આવ્યા હતા સંપર્કમાં
ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી.આર પાટીલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
Trending Photos
અમદાવાદ : ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી.આર પાટીલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સી.આર પાટીલની જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક થઇ છે ત્યારથી તેઓ સતત ગુજરાતને સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સ્પષ્ટ રીતે ઉલ્લંઘન થતું હતું. જેના કારણે અનેક નેતાઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે પ્રકારની ભીતિ સેવવામાં આવી રહી હતી તે પણ સાચી ઠરવા લાગી હતી. ભાજપનાં અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કે જે રેલી દરમિયાન હાજર હતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જેના પગલે સી.આર પાટીલે પણ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમને છેલ્લા ઘણા દિવસથી સી.આર પાટીલને નબળાઇ વર્તાઇ રહી હતી. જેથી એપોલો હોસ્પિટલમાં તેઓનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. જો કે તકેદારીના ભાગરૂપે તેમને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ હાલ બાકી હોવાનું તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. જો કે આ ટ્વીટમાં તેઓનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. હાલ તે ઓબ્ઝર્વેશન હેઠળ એપોલો હોસ્પિટલમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે