ALEXA વોઈસ આસિસ્ટન્ટ સાથે BOATની નવી સ્માર્ટવોચ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

BOATએ ભારતમાં પોતાની નવી સ્માર્ટવોચ BOAT WATCH XTEND લોન્ચ કરી છે. બોટની આ સ્માર્ટવોચ (Smartwatch) માં એમઝોન ALEXA વોઈસ આસિસ્ટન્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

ALEXA વોઈસ આસિસ્ટન્ટ સાથે BOATની નવી સ્માર્ટવોચ લોન્ચ, જાણો કેટલી છે કિંમત

નવી દિલ્હી: BOAT કંપની પોતાના શાનદાર અને સ્ટાઈલિશ સાઉન્ડ ગેજેટ્સ માટે જાણીતી છે. કંપનીના વાયરલેસ બ્લુટુથ ઈયરફોન, ઈયરબડ્સ, બ્લુટુથ સ્પીકર્સ (Bluetooth Speaker) ની માગ હંમેશા વધુ રહે છે. જો કે કંપનીએ હવે પોતાની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આવો જાણીએ આ શાનદાર દેખાતી સ્માર્ટફોન વિશે તમામ માહિતી.

BOATએ ભારતમાં પોતાની નવી સ્માર્ટવોચ BOAT WATCH XTEND લોન્ચ કરી છે. બોટની આ સ્માર્ટવોચ (Smartwatch) માં એમઝોન ALEXA વોઈસ આસિસ્ટન્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ બ્લડ ઓક્સિજન (Oxygen) લેવલ ચેક કરવા માટે SpO2 સેંસર આપવામાં આવ્યું છે. આ વોચની શરૂઆતી કિંમત 3000 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ વોચ (Smartwatch) ને એમઝોન (Amazon) અથવા કંપનીની ઓફિશિયલ વેબસાઈટમાંથી ખરીદી શકશે.
Image preview

કંપનીએ આ વોચમાં ઓલિવ ગ્રીન, સેન્ડી ક્રીમ, પિચ બ્લેક અને ડીપ બ્લુ કલરના ઓપશન આપ્યા છે. ગ્રાહકોને આ પ્રોડક્ટ પર 1 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. આ વોચમાં 1.69 ઈંચની LCD ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે. બોટ વેવ એપની મદદથી વોચમાં 50 ક્લાઉડ વોચ ફેસનો સપોર્ટ મળે છે. એપમાં સેટ ટાઈમના હિસાબથી વોચની સ્ક્રિન બ્રાઈટનેસ લેવલ પણ ઓટોમેટિક એડજસ્ટ થઈ શકશે. એટલે કે યુઝર્સને બ્રાઈટનેસ લેવલને એડજસ્ટ કરવા માટે મેન્યુઅલી કંઈ કરવાની જરૂર નથી.

BOAT WATCH XTENDમાં મ્યુઝિક કંટ્રોલ, ફાઈંડ માય ફોન, DND અને વેધર ફોરકાસ્ટ જેવા ફીચર મળશે. BOATની નવી સ્માર્ટવોચમાં 50 મીટર વોટર રેસિસ્ટેંસ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો આમાં હાર્ટ રેટ ટ્રેકિંગ, SpO2 મોનિટરિંગ અને સ્લીપ મોનિટરિંગનું પણ ફીચર આપવામાં આવ્યું છે. આમાં 14 ફીટનેસ મોડ પણ આપવામાં આવ્યા છે. બેટરીની વાત કરીએ તો આમાં 300 mAHની બેટરી આપવામાં આવી છે. કંપનીના દાવા મુજબ સિંગલ ચાર્જમાં આ વોચને 7 દિવસ સુધી ચલાવી શકાય છે.

આ સાથે જ વોચમાં કોલ-ટેક્સ્ટ માટે નોટિફિકેશન એલર્ટ પણ મળશે. ખાસ વાત એ છે કે આમાં AMAZON ALEXA વોઈસ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તેવામાં યુઝર્સ તેને સવાલ પૂછી શકશે, એલાર્મ સેટ કરવા માટે કહી શકશે અને રિમાઈન્ડર સેટ કરવા જેવા કામ માટે કમાન્ડ આપી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news