ખેડૂતો માટે કામ કરતી આ સરકારી કંપની બંધ થવાના કગાર પર, કોંગ્રેસે મૂક્યા ગંભીર આક્ષેપ

Gujarat State Seeds Corporation Ltd : ગુજરાત રાજ્ય બીજ નિગમ બંધ થવાની દિશામાં... કર્મચારીઓની સંખ્યા સતત ઘટી... પ્રદેશ કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
 

ખેડૂતો માટે કામ કરતી આ સરકારી કંપની બંધ થવાના કગાર પર, કોંગ્રેસે મૂક્યા ગંભીર આક્ષેપ

Gujarat Rajya Beej Nigam : ગુજરાતમાં અનેક સરકારી કંપનીઓ પડી ભાંગી રહી છે. ત્યારે ખેડૂતો માટે કામ રતી ગુજરાત રાજ્ય બીજ નિગમને તાળાં લાગે તેવી સ્થિતિ ઉદભવી છે. એક સમયે નિગમમાં 400 જેટલા કર્મચારીઓ કાર્યરત હતા, જ્યારે આજે માત્ર 104 કર્મચારીઓથી કામ ચાલી રહ્યું છે. મળતિયાઓને લાભ કરાવવા માટે સરકાર જાણી જોઈને નિગમોને તાળા મારી રહી છે તેવી ચર્ચા ઉઠી છે. તેમજ ગુજરાત રાજ્ય બીજ નિગમને નબળી પાડવા ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. 

ગુજરાત સરકારે બીજ નિગમને દિવસેને દિવસે નબળું પાડવાનો કારસો રચાઈ રહ્યો છે. બીજી તરફ, સંપૂર્ણ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ ઉપર નભતા કરી દીધા, અને તેના પરિણામે ખેડૂતો દર વર્ષે નકલી બિયારણનો ભોગ બની રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે, ગુજરાત રાજ્ય બીજ નિગમ અને ગુજરાત રાજ્ય સીડ સર્ટિફિકેટ આજે મૃતપાય સ્થિતિમાં છે. 

કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામા આવ્યો કે, બીજ નિગમને નબળું પાડવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ખાનગી બીજ ઉત્પાદકો પર ખેડૂતોને નભતા કરવા સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામા આવી રહ્યું છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ખાનગી બીજ ઉત્પાદકો કરોડો રૂપિયાનો નફો કરી રહ્યાં છે. 

છેલ્લા 20 વર્ષમાં બીજ નિગમના કર્મચારીઓની સંખ્યા સતત ઘટી રહી છે. એક સમયે 400 કર્મચારીઓ હતા, આજે માત્ર 104 રહ્યાં છે. તો સરકાર આ મામલે કેમ બેધ્યાન છે.  

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ કહે છે કે, ભૂતકાળમાં રાજ્ય સરકારના પરિણામો આપનારા બોર્ડ/નિગમો બંધ કરવાનું આ રાજ્ય સરકારનું ખેડૂત વિરોધી ષડ્યંત્ર છે. આમ સરકારી કંપનીઓને નબળી પાડવી, ખોટ કરતી કરવી અને છેલ્લે તાળા મારીને મિત્રોને હવાલે કરવી આ ભાજપા સરકારોમાં બનેલી કોઈ એકાદ ઘટના નથી, પરંતુ લાભાર્થી મિત્રોને સમર્પણ ભાવથી અર્પણ કરવાની સમજદારીભરી યોજના છે. તેના ભાગે જ ખેતી અને ખેડૂતો સાથે જોડાયેલ કંપની/નિગમ/બોર્ડ/સંસ્થાઓ કે પછી નબળી પાડવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news