Gujarat Election 2022 Exit Polls Result: દક્ષિણ ગુજરાતની 35માંથી કોને કેટલી સીટ? જાણો એક્ઝિટ પોલના આંકડા

Gujarat Election 2022 Exit Polls Result: ZEE NEWS માટે આ એક્ઝિટ પોલ BARC દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામો નથી, આ EXIT POLLના પરિણામો છે, જે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો દર્શાવે છે. ધ્યાનમાં રાખો કે EXIT POLL માં (+/-) 5 ટકા માર્જિન ઓફ એરર છે.

Gujarat Election 2022 Exit Polls Result: દક્ષિણ ગુજરાતની 35માંથી કોને કેટલી સીટ? જાણો એક્ઝિટ પોલના આંકડા

Gujarat Assembly Election Exit Poll Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ZEE 24 kalak માટે આ એક્ઝિટ પોલ BARC દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 182 વિધાનસભામાં દક્ષિણ ગુજરાત મતવિસ્તારના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામો નથી, આ EXIT POLLના પરિણામો છે.

એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું. આ વખતે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

દક્ષિણ ગુજરાતની 35માંથી કોને કેટલી સીટ?
ભાજપને 24, કોંગ્રેસને 6, AAPને 4, અન્યને 1 બેઠકનું અનુમાન

2017માં દક્ષિણ ગુજરાતની 35માંથી કોને કેટલી સીટ?
ભાજપને 25, કોંગ્રેસને 8, BTPને 2 બેઠકો મળી હતી

દક્ષિણ ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
ભાજપને 52%, કોંગ્રેસને 35%, AAPને 12%, અન્યને 1% વોટ શેર

દક્ષિણ ગુજરાતમાં કોને કેટલી સીટોનું નફા-નુકસાન?
ભાજપને 1 સીટનું નુકસાન, કોંગ્રેસને 4 સીટનું નુકસાન

દક્ષિણ ગુજરાતમાં કોને કેટલી સીટોનું નફા-નુકસાન?
AAPને 4 સીટનો ફાયદો, અન્યને 1 સીટનો ફાયદો

જ્ઞાતિ પ્રમાણે વોટ શેર બેકિગ (સવર્ણ સમાજ)
વિધાનસભા 2022ની ચૂંટણીમાં લોકોની પહેલી પસંદ ભાજપ રહ્યો છે. 2022ની ચૂંટણીમાં તમામ જ્ઞાતિઓની પહેલી પસંદ ભાજપ રહ્યો છે. તમામ જ્ઞાતિઓએ સૌથી વધુ ભાજપને મત આપ્યો છે. જેમાં સવર્ણ સમાજના 49 ટકા મત ભાજપને મળી શકે છે. કોંગ્રેસને સવર્ણના 41 ટકા અને AAPને 8 ટકા મત મળી શકે છે. અન્ય પક્ષોને સવર્ણ સમાજના 2 ટકા મત મળી શકે છે. 

OBC સમાજ
તેવી રીતે OBC સમાજના 48 ટકા મત ભાજપને મળી શકે છે. કોંગ્રેસને OBCના 43 ટકા તો AAPને 6 ટકા મત મળી શકે છે. અન્ય પક્ષોને OBC સમાજના 3 ટકા મત મળી શકે છે. કડવા પટેલના 58 ટકા મત ભાજપને મળ્યા છે. કડવા પટેલના કોંગ્રેસને 34 ટકા તો AAPને 3% મત મળી શકે છે. કડવા પટેલના અન્ય પક્ષોને 5 ટકા મત મળ્યા છે. જ્યારે લેઉવા પટેલોના 53 ટકા મત ભાજપમાં આવી શકે છે. કોંગ્રેસને લેઉવા પટેલોના 37 ટકા મત મળે છે. અને AAP તેમજ અન્ય પક્ષોને લેઉવા પટેલોના 5 ટકા મત મળી શકે છે.

અનુસૂચિત જાતિ
અનુસૂચિત જાતિના 48 ટકા મત ભાજપને મળી શકે છે. અનુસૂચિત જાતિના AAPને 7 ટકા, અન્યને 4 ટકા મત મળી શકે છે. અનુસૂચિત જનજાતિના 49 ટકા મત ભાજપને અને અનુસૂચિત જનજાતિના કોંગ્રેસને 42 ટકા મત મળી શકે છે. અનુસૂચિત જનજાતિના આપને 2 ટકા મત મળી શકે છે. અન્યને 7 ટકા મત અનૂસુચિત જનજાતિના મળી શકે છે.

લઘુમતી સમાજ
લઘુમતી સમાજના 11 ટકા મત ભાજપને મળી શકે છે. કોંગ્રેસને 67 ટકા મત તો AAPને 19 ટકા મત મળી શકે છે. અન્ય પક્ષોને લઘુમતી સમાજના 3 ટકા મત મળી શકે છે.

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ 
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત વિધાસનભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે, સરારેશ 60 ટકા મતદાન થયો હોવાનો અંદાજ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news