એક તરફ માત્વૃત્વની તો બીજી ચૂંટણીની જવાબદારી, બંને ફરજો નિષ્ઠાથી બજાવે છે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ

Gujarat Assembly Election 2022 Phase 1 Seats Voting: મારા પતિ બિઝનેસમેન છે. એટલે ક્યારેક એવુ પણ બને કે તે વધારે મારે કામ હોય તો તેને અમારા બાળકને સાચવવુ પડે.પણ ઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ.હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લઉ છું.

એક તરફ માત્વૃત્વની તો બીજી ચૂંટણીની જવાબદારી, બંને ફરજો નિષ્ઠાથી બજાવે છે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ

ગૌરવ દવે, રાજકોટ: એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષના બાળકને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે. 

અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસ રાત એક કરીને તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટના આ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાથીને ફરજ નિભાવી રહ્યાં છે. જે ખરેખર ખુબ જ ગર્વની વાત છે.

પોલીસકર્મી અરૂણાબેને જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવુ છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કુલમાં મુકવામાં આવી છે. જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવુ છું. ત્યારે અરૂણાબેને જણાવ્યું કે ઘરમાં હું અને મારો પતિ અને અમારૂ અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.

ત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘરે કોઈ મારા બાળકને સાચવે એવુ છે નહીં એટલા માટે હું મારી દીકરીને મારી સાથે રાખુ છે અને સાથે સાથે ફરજ પણ નિભાવુ છું. અમારૂ જ્યાં ક્વાટર છે ત્યાં ઘોડિયા ઘર છે. ત્યાં અમે સવારે રાખીએ છીએ પણ ચૂંટણીના કારણે અમને 2 દિવસ અહિંયા જ નાઈટ હોલ્ડ હોય છે. જેથી હું મારા બાળકને ત્યાં રાખી શકતી નથી.

જેથી હું મારા બાળકને સાથે જ રાખુ છું.કારણ કે ત્યાં આખો દિવસ સાચવે તેવુ હોતુ નથી. એટલે હું મારા બાળકને સાથે રાખુ છું.કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવુ છું. લોકશાહીનો પર્વ છે એટલે કોન્સ્ટેબલ તરીકે મારી ફરજ જે પણ આવે છે તે હું નિભાવુ છું. સાથે જ એક માતા તરીકેને પણ ફરજ નિભાવુ છું.

મારા પતિ બિઝનેસમેન છે. એટલે ક્યારેક એવુ પણ બને કે તે વધારે મારે કામ હોય તો તેને અમારા બાળકને સાચવવુ પડે.પણ ઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ.હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લઉ છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news