બોરસદમાં 12 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, NDRF એ પાણીમાં ફસેયાલા 200 લોકોનું રેસ્ક્યૂ કર્યું

Gujarat Monsoon Update : આણંદના બોરસદમાં એક જ રાતમાં 12 ઈંચ વરસાદથી તારાજી.. બોરસદના રસ્તા પાણી ગરકાવ થયા તો સોસાયટી ફેરવાઈ બેટમાં... તારાજી બાદ NDRFએ શરૂ કરી બચાવ અને રાહત કામગીરી

બોરસદમાં 12 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, NDRF એ પાણીમાં ફસેયાલા 200 લોકોનું રેસ્ક્યૂ કર્યું

બુરહાન પઠાણ/આણંદ :આણંદના બોરસદામાં એક જ રાતમાં 12 ઈંચ વરસાદથી ચારેતરફ તારાજી સર્જાઈ છે. બોરસદના રસ્તા પાણી ગરકાવ થયા તો સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે. તારાજી બાદ NDRF એ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. 200 થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં એનડીઆરએફ દ્વારા ખસેડવામાં આવ્યા છે. લોકોના ઘર અડધા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. 

આણંદના બોરસદમાં મેઘ તારાજીથી હાલાકી સર્જાઈ છે. બોરસદમાં ભારે વરસાદને પગલે ન માત્ર શહેર પરંતુ આસપાસના ગામડા પણ પાણીમાં ગરકાવ થયા છે. બોરસદ તાલુકાના કસારી પાસે બે લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. તો ભાદરણમાં 35 થી વધુ ગધેડાઓના પાણીમાં ડૂબવાથી મોત થયા છે. આ ઉપરાંચ ચાર ભેંસ, અને પાંચ બકરીઓ પણ ડૂબવાના સમાચાર છે. આમ, પહેલા જ વરસાદમાં 65 પશુઓના મોત નિપજ્યા છે. આમ, બોરસદમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

બોરસદમાં વરસાદના આંકડા

  • આંકલાવ 2 મિમી
  • આણંદ 4 મિમી
  • ઉમરેઠ 1 મિમી
  • ખંભાત 17 મિમી
  • પેટલાદ 4 મિમી
  • બોરસદ 23 મિમી

બોરસદના સિસ્વા ગામમાં વરસાદી પાણીમાં એક યુવક ગરકાવ થયો છે. ત્યારે NDRF ની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સિસ્વા ગામ 24 કલાક બાદ પણ જળ બંબાકાર જેવી સ્થિતિમાં છે. 12 ઈંચ વરસાદના પાણી હજી સુધી ઓચર્યા નથી. લોકોના ઘર અડધા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. 

તો બોરસદના સિસ્વા ગામ જળ બંબાકાર છે. એક જ રાતમાં 12 ઈંચ વરસાદથી તારાજી જોવામળી છે. બોરસદમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યુ છે. આસપાસના ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, તો સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. મેઘ તારાજી બાદ NDRFએ બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી છે. સિસ્વા તળાવ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું  NDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. લગભગ 200 થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં ખસેડાયા છે. 

તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8.36 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં 24 કલાકમાં 7.6 ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના ખેરગામમાં 5.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદથી નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ વચ્ચે અનેક શહેરોમાં લોકોને અનેક સ્થળે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હજુ પણ 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news