ndrf

ગુજરાતને 28 કલાક ઘમરોળનાર વાવાઝોડા મામલે કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારે કરી આ રજૂઆત

વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.

Jun 8, 2021, 06:46 PM IST

વેરાવળના કાંઠે લાંગરેલી 5 બોટને ગાંડોતૂર બનેલો દરિયો ખેંચીને લઈ ગયો, ફસાયા 8 લોકો

 • પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયામાં પવનને કારણે ઝોલા ખાતી હતી, જે ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી. આ બોટમાં સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા હતા, જેથી પોતાનો જીવ બચાવી શક્યા હતા

May 18, 2021, 09:30 AM IST

રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે

 •  વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે
 • વાવાઝોડું ટકરાયું ત્યારે મુખ્યમંત્રી કંટ્રોલરૂમમાં ઉપસ્થિત હતા અને સમગ્ર વાવાઝોડાના મેનેજમેન્ટનું સંચાલન કરી રહ્યા હતા

May 18, 2021, 05:26 AM IST

દેશ માથે આવેલા કુદરતી સંકટમાં હંમેશા દિવાલ બની ઉભુ રહે છે NDRF, આ પ્રકારે થાય છે કામગીરી

જ્યારે જ્યારે આફત આવે ત્યારે હંમેશા દેશમાં આફત સામે દિવાલ થઇને ઉભી રહેતી NDRF ની ટીમો હંમેશા તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ કિનારાના જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડા ત્રાટકે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી તમામ સ્થળ પર NDRF ની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ એનડીઆરએફની 2 ટીમો તહેનાત કરવામાં આવી છે. જે તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

May 17, 2021, 04:18 PM IST

વાવાઝોડા સામે લડવા ગુજરાત તૈયાર : 1300 હોસ્પિટલમાં ડિજી સેટ વસાવવા આદેશ અપાયો

 • પોરબંદરના 40 ગામના 7 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
 • ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના 34 ગામોમાં એલર્ટ આપી દેવાયુ
 • ગીર સોમનાથમાં એક કિલોમીટરના વિસ્તારમાં ૨૩૫૯૫ પ્રભાવિત લોકોને આજ સાંજ સુધી ખસેડવામાં આવશે

May 16, 2021, 03:25 PM IST

દક્ષિણ ગુજરાતમાં 4 તાલુકાને વાવાઝોડાની સૌથી વધુ અસર થશે, NDRF સક્રિય બન્યું

 • તૌકતે વાવાઝોડાની અસરને લઈને વલસાડ જિલ્લામાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી
 • ઉમરગામ તાલુકાને વધારે ઇફેક્ટ થઈ શકે તેમ હોવાથી ટીમ ઉમરગામની મુલાકાત લેશે

May 16, 2021, 02:41 PM IST

વાવાઝોડાને ટકરાવામાં એક દિવસ બાકી છે, ત્યારે આ માહિતી બહુ જ ઉપયોગી બની રહેશે

 • વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવી બહુ જ જરૂરી છે, જેથી સુરક્ષિત રીતે બચી શકાય
 • સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. સાથે જ ઢોર-ઢાંખરને પણ આવા સમયે ખૂંટાથી છુટા કરી રાખો

May 16, 2021, 10:47 AM IST

વાવાઝોડાને કારણે 16 થી 19 મે સુધી જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

 • આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડમાં વરસાદ પડશે
 • અમરેલીની 13, ગીર સોમનાથની 24 અને પોરબંદરની 5 બોટ હજી પણ દરિયામાંથી પરત ફરી નથી

May 16, 2021, 10:19 AM IST

વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ

 • ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડાના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી
 • એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે

May 16, 2021, 08:41 AM IST

વાવાઝોડાને કારણે આ રુટ પર નહિ દોડે ટ્રેનો, ફ્લાઈટ પણ કેન્સલ

તૌકતે વાવાઝોડાની તાકાત ધીરે ધીરે વધી રહી છે. એક દિવસ બાદ વાવાઝોડું ગુજરાત પર ટકરાશે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો છિન્નભિન્ન કરી દે તેવી શક્યતા છે. આવામાં પરિવહન પર પણ મોટી અસર થશે. તેથી રેલવે તંત્રએ તકેદારીના ભાગરૂપે ગુજરાતમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ (trains cancel) કરી

May 16, 2021, 07:42 AM IST

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : જાણો કેટલા કલાકમાં ગુજરાતનો દરિયો પાર કરીને ટકરાશે

ગુજરાતમાં 18 મેના રોજ વાવાઝોડું ટકરાવાનું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું (Cyclone Tauktae) પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે. 

May 15, 2021, 05:07 PM IST

ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી

 • કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી
 • કચ્છના જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી

May 15, 2021, 10:01 AM IST

Cyclone Tauktae: કેરળ, કર્નાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ, NDRF ની ટીમ તૈનાત

સાયક્લોનના કારણે 15 તારીખથી 18 તારીખ વચ્ચે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ વિસ્તારમાં ભારે હવાઓની સાથે વરસાદ થઈ શકે છે

May 14, 2021, 07:58 PM IST

Earthquake ના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું Ladakh, Richter Scale પર માપવામાં આવી 3.6 તીવ્રતા

નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી (National Center for Seismology) ના અનુસાર લદ્દાખમાં આજે સવારે 5 વાગે 11 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ (Richter Scale) પર ભૂકંપની તીવ્રતા 3.6 રહી.  

Mar 6, 2021, 09:30 AM IST

મોતની બિલ્ડિંગ: ધરાશાયી 5 માળની બિલ્ડિંગ, Photoમાં જુઓ ત્યારબાદની સ્થિતિ

રાયગઢ જિલ્લાના મહાડ વિસ્તારમાં સોમવાર મોડી સાંજે એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. વર્તમાન જાણકારી અનુસાર 50-60 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, 18 લોકોની હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

Aug 25, 2020, 11:57 AM IST

એક ક્લિકમાં જાણો ગુજરાતમાં આજે વરસાદના ટોપ-10 મોટા અપડેટ્સ....

ગોંડલનું વોરકોટડા ગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું બન્યું છે. વોરકોટડા રોડની ધાબી પર 5 થી 6 ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જે કારણે વોરકોટડાથી ગોંડલનો માર્ગ બંધ થયો

Aug 13, 2020, 01:23 PM IST

ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ

ઉમવાળા અંડર બ્રિજ ખાતે ગોંડલથી પાવાગઢ રૂટ તરફ જતી એસટી બસ ફસાઈ હતી. લગભગ અડધે સુધીના પાણીમાંથી મુસાફરો તરતા તરતા બહાર નીકળ્યા હતા. બસને સલામત રીતે બહાર કાઢ્યા બાદ એક કાર આ જ બ્રિજની અંદર ફસાઈ હતી

Aug 13, 2020, 12:55 PM IST