ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ; ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખો

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ.  દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા. 13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. 

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ; ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખો

ઝી બ્યુરો/ગાંધીનગર: વધુ એક સરકારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. જી હા...જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત  સહાયકની ભરતી રદ કરવામાં આવી છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની 6 માર્ચથી 13 માર્ચ અને 9 સપ્ટેમ્બરે લેવાયેલી લેખિત પરીક્ષા આપવામાં આવી હતી. જોકે આ પોલ ટેસ્ટની પરીક્ષામાં ક્ષતિ હોવાનું રજૂઆત મળી હતી. આ રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા ક્ષતિ થઈ હોવાની જાણકારી મળી હતી. તેના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં આ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. 

GETCO તાજેતરમાં લેવાયેલ વિદ્યુત સહાયની ભરતી પરીક્ષા સમયે માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ.  દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા. 13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. 

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news