કેન્યામાં બે ગુજરાતી યુવાન પર હુમલો, ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

કેન્યાના કીસુમુ શહેરમાં ખેડા જિલ્લાના પલાણા અને કેરિયાવી ગામના બે યુવાન જીગ્નેશ પટેલ અને રાજ પટેલ મેડિકલ સ્ટોર ચલાવે છે
 

કેન્યામાં બે ગુજરાતી યુવાન પર હુમલો, ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

ખેડાઃ વિદેશમાં ગુજરાતી પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. કેન્યામાં ખેડા જિલ્લાના બે યુવકો પર લૂંટના ઈરાદે થયેલા હુમલામાં બંને યુવક ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 

કેન્યાના કીસુમુ શહેરમાં ખેડા જિલ્લાના પલાણા અને કેરિયાવી ગામના બે યુવાન જીગ્નેશ પટેલ અને રાજ પટેલ મેડિકલ સ્ટોર ચલાવે છે. તેઓ રાત્રે પોતાનો સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે લૂંટના ઈરાદે તેમના પર હુમલો થયો હતો. તેઓ ઘરે જતા હતા ત્યારે ત્રણથી ચાર અજ્ઞાત શખ્સો અચાનક તેમની સામે આવી ગયા હતા અને તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 

જીગ્નેશ પટેલ અને રાજ પટેલે હુમલાખોરોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, તેમનો પ્રતિકાર જોઈને હુમલાખોરો તેમને ઈજા પહોંચાડીના નાસી છુટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બંને ગુજરાતી યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખેડા ખાતે તેમના પરિજનોને ઘટનાની જાણ થતાં તેઓ ચિંતિત બની ગયા હતા. 

પરિવારજનો પાસેથી પ્રાપ્ત મળેલી માહિતી મુજબ હાલ બંને યુવકોની તબિયત સારી છે. કેન્યા પોલિસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news