જામનગરમાં આવ્યું ગુજરાતનું એકમાત્ર 11 કરોડની કિંમતનું અત્યાધુનિક MRI મશીન, આ છે ખાસીયત

જામનગરમાં આવ્યું ગુજરાતનું એકમાત્ર 11 કરોડની કિંમતનું અત્યાધુનિક MRI મશીન, આ છે ખાસીયત

* હોસ્પિટલની સુવિધામાં વધુ એક વધારો થયો
* દાતા વસ્તાભાઇ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા દાન કરાયું
* રાજ્યનું પ્રથમ અતિઆધુનિક 11 કરોડ રૂપિયાનું MRI મશીન જામનગરમાં ઉપલબ્ધ

મુસ્તાક દલ જામનગર : હૃદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ જણાવતું રાજ્યનું પ્રથમ અતિઆધુનિક 11 કરોડ રૂપિયાનું MRI મશીન જામનગરમાં આવી પહોંચ્યું છે. વસ્તાભાઇ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા જામનગરને આ મશીન સમર્પીત કરવામાં આવ્યું છે. રાજ્યનું પ્રથમ અત્યાધુનિક ફૂલી ડિજીટલ અને ફૂલી ઓટોમેટેડ ફિલિપ્સ ઈંજનીઆ એલીશન 3 ટેસ્લા MRI મશીન 11 કરોડ રૂપિયાનું જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાતા વસ્તાભાઈ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા દાન આપી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ થતા ઓછામાં ઓછાં સમયમાં બેસ્ટ MRI થશે. શરીરના નાનામાં નાના lesion નું સચોટ નિદાન તેમજ 2K ઈમેજ ક્વોલિટી સંપૂર્ણ બોડીનું MRI અને અતિઆધુનિક બ્રેસ્ટ MRI સોફ્ટવેર હોવાથી સ્તનના ફૂલપ્રૂફ 2D 3D અને 4D નિદાન થઈ શકશે. ખાસ તો હ્યદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ જણાવતું ગુજરાતનું એકમાત્ર MRI મશીન જે દર્દીની સ્કેન દરમિયાન સતત માહિતી આપે છે કે કેટલો સમય લાગશે, કેટલો સમય બાકી છે, શ્વાસ લેવા અને રોકવા સહિતની માહિતી MRI મશીન દ્વારા વોઈસ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મશીન આવી જવાના કારણે ન માત્ર જામનગરના દર્દીઓને પરંતુ સમગ્ર રાજ્યના દર્દીઓને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે. શરીરના નાનામાં નાના અંગમાં કાંઇ પણ એબનોર્મલ હશે તો આ મશીન પકડી પાડશે. આ ઉપરાંત સ્તનના ફૂલપ્રુફ નિદાન માટે પણ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત હૃદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ અંગે માહિતી આપશે. જેથી નિદાન કરવામાં ન માત્ર સચોટતા આવશે પરંતુ નિદાન કરવું સરળ પણ બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news