IPL 2022: આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સે પોતાનો લોગો કર્યો રિલીઝ, જુઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે 10 ટીમો રમતી જોવા મળશે. આઈપીએલમાં અમદાવાદ બેસ્ડ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સે પોતાનો લોગો જાહેર કરી દીધો છે. 

IPL 2022: આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સે પોતાનો લોગો કર્યો રિલીઝ, જુઓ

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 15મી સીઝનમાં 10 ટીમ જોવા મળશે. લખનઉ અને અમદાવાદ ફ્રેન્ચાઇઝીની આઈપીએલમાં આ વર્ષે એન્ટ્રી થઈ છે. આઈપીએલ 2022 માટે બેંગલુરૂમાં બે દિવસીય ખેલાડીઓની હરાજી પણ કરવામાં આવી હતી. ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હવે આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સે પોતાનો સત્તાવાર લોગો જાહેર કર્યો છે, જેને તમે નીચે જોઈ શકો છો. 

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2022ની સીઝનથી લખનઉ અને અમદાવાદની ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ હશે. લખનઉની ટીમનું નામ લખનઉ સુપર જાયન્ટ્સ છે, જ્યારે ગુજરાત ટાઈન્ટસ અમદાવાદ બેસ્ડ ફ્રેન્ચાઇઝીનું નામ છે. લખનઉની ટીમનું નામ અને લોગો ઘણા સમય પહેલા સામે આવી ગયો હતો, પરંતુ હવે ગુજરાતની ટીમે લોગો રિલીઝ કર્યો છે. ગુજરાત ટાઈન્ટ્સે પોતાના સત્તાવાર ટ્વિટર પર એક વીડિયો રિલીઝ કર્યો છે. 

— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022

આઈપીએલ 2022ની તમામ ટીમોનો લોગો સામે આવી ગયો છે. આઈપીએલ 2021ની સીઝન રમનારી 8 ટીમોએ લોગોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે બે નવી ટીમોએ પોતાનો લોગો જાહેર કરી દીધો છે. આ વખતે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ રમશે. 

આઈપીએલ 2022 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, જેસન રોય, અભિનવ સદારંગાણી, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, નૂર અહમદ, આર સાંઈ કિશોરે, યશ દયાલ, અલ્ઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, વરૂણ આરોન, રાહુલ તેવતિયા, ડોમિનિક ડાર્કેસ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકંડે, ગુરકીરત સિંહ માન, બી સાઈ સુદર્શન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news