ફરી એકવાર આપણે દેશી ઉપચારના શરણે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં પણ દેશી જુગાડ કામમાં આવ્યો

Lumpy Virus Treatment : તમારી ગાયને દેશી ઉપચારથી બનાવેલો લાડુ ખવડાવો, લમ્પી વાયરસ આસપાસ પણ નહિ ભટકે

ફરી એકવાર આપણે દેશી ઉપચારના શરણે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં પણ દેશી જુગાડ કામમાં આવ્યો

અમદાવાદ :લમ્પી વાયરસ હાલ ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. અનેક પશુધન બરબાદ થયુ છે. ત્યારે બે વર્ષ પહેલાનો કોરોના કાળ યાદ આવી જાય છે. કોરોના વાયરસે આ જ રીતે દેશમાં કહેર મચાવ્યો હતો, અને લોકો તેનાથી બચવા માટે દેશી ઉપચારના શરણે ગયા હતા. બસ એ જ રીતે ફરી એકવાર દેશી ઉપચાર કામમાં આવી રહ્યું છે. લમ્પી વાયરસથી બચવા માટે દેશી ઉપચારથી બનાવેલો લાડું દવા બનીને ગાયોનો જીવ બચાવી રહ્યો છે. કચ્છ, જસદસ, ઉપલેટા જ્યાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યાં હવે ગાયને આ દેશી ઉપચારથી સારવાર કરવામાં આવી રહી છે. પશુપાલકો માટે હવે આ જ ઉપાય અક્સીર સાબિત થઈ રહ્યો છે. 

શું છે દેશી ઉપચાર 

  • પહેલા ગાયને બરાબર રીતે સેનેટાઈઝ કરવામાં આવે છે
  • ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂરવાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો 
  • આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવો. તો સતત ત્રણ દિવસ સુધી રોજ આપવાથી ગાયમાંથી વાયરસનુ પ્રમાણ બચી શકશે 
  • હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલી સાથે ગાયોને આપવું
  • ગાયને દવા સ્વરૂપે તીખા સૂંઠ, મરી પાવડર, કાળું જીરુ પાવડર, હળદર, ગોળ, ચોખ્ખા ઘીનું દ્રાવણ મિક્સ કરીને ખવડાવવું
  • ઉપરના મિશ્રણને ભેખુ કરીને તેનો લાડુ બનાવીને ગાયને ખવડાવવામાં આવે છે 

આ પણ વાંચો : રાજકોટમાં ઉપવાસ કરતા ભક્તો સાથે ચેડાં, ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મિક્સ કરીને વેચી

લમ્પી વાયરસની ઝપેટમાં ધીરે ધીરે કરીને અનેક ગાયો આવી રહી છે. આ માટે સરકારે વેક્સીનેશન અભિયાન શરૂ કર્યો છે, પરંતુ છતા વાયરસ ધીરે ધીરે એક-એક જિલ્લામાં પ્રસરી રહ્યો છે. લગભગ 20 જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચી ગયો છે. આવામાં હવે દેશી ઉપચાર જ ગાયોને જીવનદાન આપી રહ્યું છે. 

જસદણમાં ગાયને લાડું ખવડાવવાથી પરિણામ મળ્યું 
જસદણમાં લમ્પી વાયરસનો હાહાકાર વચ્ચે જસદણ હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ આગળ આવી. સમાજ સેવક પૂર્ણદાસ સર્વ ટીમે ભેગા મળીને ગાયનો દેશી ઉપચાર કર્યો હતો. ગાયને આખી સેનિટાઈઝ કરીને તેમાં ગાયને દવા સ્વરૂપે દેશી લાડુ ખવાડ્યા હતા. લાડુમાં તીખા સૂંઠ, મરી પાવડર, કાળા જીરાનો પાવડર, હળદર, ગોળ ગાયનું ચોખ્ખું ઘી મિક્સ કરીને લાડુ બનાવાયા હતા. જેને ગાયને ખવડાવવામાં આવ્યા હતા. તેમજ હોમિયોપોથી દવા પણ ગાયની જીભ પર મૂકાઈ હતી. આ પ્રયાસોથી આખરે ફળ મળ્યુ હતું, અને ગાય સાજી થવા લાગી છે. 

કચ્છમાં સાજી થઈ રહી છે બીમાર ગાય
કચ્છ જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝનો કહેર મોટા પ્રમાણમાં વધી ગયો છે અને દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. ગાયોની હાલત કથળતી જાય છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લાભરમાં ફેલાઇ ગયો છે. તો ગૌપ્રેમીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની જુદી જુદી રીતે ઉપચાર કરવામાં આવી રહ્યાં છે. માંડવીમાં લમ્પી રોગના ભરડા સામે ઝઝૂમતી ગાયોને આયુર્વેદિક લાડું દર 6-8 કલાકે અપાય છે. છેલ્લા 20 દિવસથી અહી સેવા કેમ્પ અને સારવાર ચાલી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં વિશ્વ હિન્દુ સંગઠન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓ સહિતની સેવાભાવી સંસ્થાઓ અને ગૌપ્રેમીઓ પણ ગાયોની સેવા માટે આગળ આવી રહ્યાં છે. અહીં ગૌમાતાને લીલો ચારો, ભૂસો તેમજ 11 જાતની આયુર્વેદિક ઔષધીઓથી યુક્ત ઉકાળામાંથી લાડું બનાવીને ગૌમાતાને આપવામાં આવે છે. જેનાથી લમ્પીગ્રસ્ત ગાયોની પરિસ્થતિમાં સુધારો આવી રહ્યો છે.

પૂજ્ય લાલબાપુએ પણ દેશી ઉપચાર સૂચવ્યો
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલા વેણુ ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરીને આ ઘાતક લમ્પી વાયરસ સામે ગૌમાતાને બચાવવા માટે અકસીર દેશી ઈલાજ સૂચવ્યો છે. જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચી ગયા હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. જ્ય લાલબાપુએ હળદર અને મરીને ઔષધ ગણાવ્યા છે. જે ઉપાય સૂચવ્યો છે એ જોઈએ તો હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું. તેમજ ખાસ કરીને ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂર વાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો અને આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવો એવી રીતે આ ડોઝ ત્રણ દિવસ સુધી રોજ આપવાથી ગાય માતાને બચાવી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news