ગુજરાતમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો; ધોરાજીમાં 751 જેટલા બજરંગીઓએ ત્રિશુલ ધારણ કર્યું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી પ્રખન્ડ દ્વારા વિરાટ ત્રિશુલ દીક્ષા મહોત્સવ યોજાયો. આજના યુગમાં હિન્દૂ ધર્મની રક્ષા માટે દરેક હિન્દૂ યુવાનોને ત્રિશુલ ધારણ કરી..

ગુજરાતમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો; ધોરાજીમાં 751 જેટલા બજરંગીઓએ ત્રિશુલ ધારણ કર્યું

દિનેશ ચંદ્રવાડીયા/ ઉપલેટા: ધોરાજીમાં લેઉવા પટેલ સમાજ ભવન ખાતે વિશ્વહિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરાટ ત્રિશુલ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં ધોરાજીમાં 751 જેટલા બજરંગીઓને ત્રિશુલ આપી ગુજરાત આખામાં વિશ્વ વિક્રમ નોંધ્યો.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ બજરંગ દળ ધોરાજી પ્રખન્ડ દ્વારા વિરાટ ત્રિશુલ દીક્ષા મહોત્સવ યોજાયો. આજના યુગમાં હિન્દૂ ધર્મની રક્ષા માટે દરેક હિન્દૂ યુવાનોને ત્રિશુલ ધારણ કરી માતૃભૂમિ તથા અંખડ ભારતના સ્વપ્નને સાકાર કરવા રાષ્ટ્રહિતમાં કાર્યરત રહેવું જરૂરી છે. ત્યારે આજે વિરાટ ત્રિશુલ દીક્ષા મહોત્સવમાં ધોરાજીના 751 બજરંગીઓએ ત્રિશુલ ધારણ કરી ગુજરાતમાં વિક્રમ નોંધાવ્યો છે.

મુખ્ય મહેમાન કાજલબેન હિન્દુસ્તાનીએ જણાવેલ કે હિન્દૂ ધર્મ સનાતન ધર્મ છે અને સનાતમ ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ છે, જે સાહસ અને શોર્યનું પ્રતીક છે. અમારા બજરંગી ભાઈઓએ શપથ લીધા છે તે સનાતન ધર્મની રક્ષા કરશે અને ધર્મની રક્ષા કરવાનો બધાને હક છે. 

આજે 751 બજરંગી ભાઈઓને ધન્યવાદ આપું છું કે ધર્મની રક્ષા કરવા માટે આજે દીક્ષા મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારે આજે વિરાટ ત્રિશુલ દીક્ષા મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સઁત ઉપસ્થિત રહી અને હિન્દૂ ધર્મ સનાતન ધર્મની રક્ષા માટે ઉપસ્થિત બજરંગી ભાઈઓને ઉપદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બજરંગી ભાઈઓ બજરંગ દળ વિશ્વ હિન્દૂ પરિષદ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news