Sania Mirza: સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી લીધી નિવૃત્તિ, યુવરાજ, અઝહરુદ્દીન સહિત અનેક હસ્તીઓની સામે આપ્યું ભાવુક ભાષણ

Sania Mirza Retirement: સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં પોતાની અંતિમ મેચ રમી અને પોતાના કરિયરને અલવિદા પણ કહ્યું છે. સાનિયાએ યુવરાજ સિંહ, અઝહરુદ્દીન સહિત અનેક લોકોની સામે પોતાનું વિદાય ભાષણ આપ્યું.
 

Sania Mirza: સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી લીધી નિવૃત્તિ, યુવરાજ, અઝહરુદ્દીન સહિત અનેક હસ્તીઓની સામે આપ્યું ભાવુક ભાષણ

નવી દિલ્હીઃ Sania Mirza Last Match: ભારતની સુપરસ્ટાર મહિલા ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ લઈ લીધી છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં જો કોઈ મહિલા ખેલાડીનું નામ દરેક શહેરમાં જાણીતું હતું તો તે સાનિયા મિર્ઝાનું નામ હતું. તેણે ટેનિસમાં ન માત્ર પોતાનું પરંતુ ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે. તેણે 5 માર્ચ 2023ના રવિવારે હૈદરાબાદમાં ભીની આંખો સાથે ટેનિસને અલવિદા કહ્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત પણ હૈદરાબાદથી કરી હતી અને હવે અંત પણ ત્યાંથી કર્યો છે. 

સાનિયાએ તેની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેણે લગભગ બે દાયકા પહેલા ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ જીતીને ભવ્ય ડેબ્યૂ કર્યું હતું. સાનિયાની છેલ્લી મેચ રમવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ હૈદરાબાદના મેદાન પર પહોંચ્યા હતા. તેમાં તેલંગાણાના રમતગમત મંત્રી તેમજ રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝાના બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેકનો સમાવેશ થાય છે.

Stars descended in Hyderabad as our legend bid farewell to the court. Sania Mirza, thank you for all the memories and your incredible contribution to Indian tennis and sport.@MirzaSania | @imrandomthought | @anammirza pic.twitter.com/FA0PXjyq1A

— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) March 5, 2023

મેદાન પર બાજર રહી અનેક મોટી હસ્તિઓ
આ સિવાય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ મેદાન પર હાજર હતા. જ્યારે સાનિયા મેદાન પર પહોંચી તો ત્યાં હાજર તમામ લોકોએ તેના માટે ખૂબ તાળીઓ પાડી અને તેનું જબરદસ્ત સ્વાગત કર્યું. સાનિયા મિર્ઝા તેના વિદાયના ભાષણમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું તમારા બધાની સામે મારી કારકિર્દીની છેલ્લી મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 20 વર્ષથી મારા દેશ માટે રમવું એ મારા માટે સૌથી મોટું સન્માન છે. પોતાના દેશ માટે ટોપ લેવલ પર રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે અને હું આમ કરી શક્યો.

— Arbaaz The Great (@ArbaazTheGreat1) March 5, 2023

પોતાની છેલ્લી મેચ પહેલા વિદાયનું ભાષણ આપનાર સાનિયા મિર્ઝા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું કે આ ખુશીના આંસુ છે. હું આનાથી વધુ સારી વિદાય માંગી શકતી નહોતી. તેણે કહ્યું કે, ભલે મેં ટેનિસને અલવિદા કહી દીધું હોય, હું ભારત અને તેલંગાણામાં ટેનિસ સહિત અન્ય રમતોનો ભાગ બનીને તેને આગળ લઈ જવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. આ સ્પીચ પછી સાનિયા મિર્ઝાએ છેલ્લી મેચ રમી હતી અને તે પછી તેલંગાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી શ્રીનિવાસ ગૌડે પણ આદરપૂર્ણ ભાષણ સાથે સાનિયાને શાનદાર વિદાય આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news