અમદાવાદમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો! PMના સલાહકારની ઓળખ આપી 3 કંપનીઓ પાસેથી લાખો ખંખેર્યા

અમદાવાદમાંથી નકલી IAS અધિકારી હોવાનો તેમજ PMના સલાહકારની ઓળખ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો છે.  જો કે, અલગ અલગ વિભાગના અધિકારી તરીકે સુધાકર પાંડેની ઓળખ આપતો હતો.

અમદાવાદમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો! PMના સલાહકારની ઓળખ આપી 3 કંપનીઓ પાસેથી લાખો ખંખેર્યા

ઝી બ્યુરો/અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ, હિતેશ ઠાકર બાદ હવે અમદાવાદમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો છે. પીએમના સલાહકારની ઓળખ આપીને સુધાકર પાંડેએ 3 કંપનીઓ પાસેથી 16 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે, જેના કારણે સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુધાકર પાંડેએ વેપારી પાસેથી પડાવ્યા રૂપિયા
ફરી એકવાર કિરણ પટેલ જેવું કારસ્તાન કર્યું હોવાનું પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદમાંથી નકલી IAS અધિકારી હોવાનો તેમજ PMના સલાહકારની ઓળખ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો છે.  જો કે, અલગ અલગ વિભાગના અધિકારી તરીકે સુધાકર પાંડેની ઓળખ આપતો હતો. સુધાકર પાંડેએ ત્રણ મોટી કંપનીના માલિકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. 

સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
સુધાકર પાંડે IAS અધિકારી હોવાની ઓળખ આપી 3 વેપારીને છેતર્યા હતા, જેમાં PMના સલાહકારની ઓળખ આપી કંપનીના માલિકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. 3 કંપની પાસેથી 16 લાખ રૂપિયા પડાવનાર સુધાકર પાંડેની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news