શાળા સંચાલકો સામે ભૂપેન્દ્ર સરકાર ઝૂકી! રાજ્યની સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ આ વર્ષે મોકૂફ રખાયો

ગુજરાતમાં નવુ શૈક્ષણિક સત્રની શરુઆત છતાં જ્ઞાન સેતુ પ્રોજેકટ નહી થાય. જી હા. તમામ તૈયારીઓ પુર્ણ કર્યા બાદ સરકારે અમલીકરણ કરવાની ના પાડી દીધી છે. શાળાઓને સરકાર બજેટની રકમ નહી આપે.

શાળા સંચાલકો સામે ભૂપેન્દ્ર સરકાર ઝૂકી! રાજ્યની સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ આ વર્ષે મોકૂફ રખાયો

ઝી બ્યુરો/ગાંધીનગર: નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવાનું શરુ પણ કરી દીધું છે. ત્યારે જ્ઞાનસેતુ પ્રોજેક્ટને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. શાળા સંચાલકો સામે રાજ્ય સરકાર ઝૂકી ગઈ છે અને રાજ્યની સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ આ વર્ષે મોકૂફ રખાયો છે. રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળાઓને બજેટની રકમ નહીં આપે, પરંતુ સરકાર વિદ્યાર્થીઓના ખાતામાં સીધી રકમ જમા કરાવાશે.

આ વિશે વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં નવુ શૈક્ષણિક સત્રની શરુઆત છતાં જ્ઞાન સેતુ પ્રોજેકટ નહી થાય. જી હા. તમામ તૈયારીઓ પુર્ણ કર્યા બાદ સરકારે અમલીકરણ કરવાની ના પાડી દીધી છે. શાળાઓને સરકાર બજેટની રકમ નહી આપે. પરંતુ હા જ્ઞાન સેતુ પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓના ખાતામાં સીધી રકમ જમા કરાવાશે. 

ગત એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન થયું હતું. પરંતુ નવું શૈક્ષણિક સત્ર તો શરુ થયું પણ જ્ઞાન સેતુ સ્કૂલને લઈને ડખા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાની જાહેરાત કરાઈ હતી તેનું શું થયું? તેના પર અનેક સવાલો ઉઠ્યા છે. આ પ્રોજેક્ટનું શું સુરસુરિયું થઈ ગયું કે શું? કેમ શૈક્ષણિક સત્ર શરુ થવા છતાં શાળાઓની ફાળવણી થઈ નથી કે કોઈ જાહેરાત થઈ નથી. તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યાં છે.

જ્ઞાનસેતુ શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાનું નથી આવ્યું પરિણામ
જ્ઞાનસેતુ શૈક્ષણિક સંસ્થાની પ્રવેશ પરીક્ષાનું પરિણામ ન આવતા વાલીઓ અસમંજસમાં છે. શિક્ષણ વિભાગની ધીમી નીતિના લીધે સંચાલક તેમજ વાલીઓ પરેશાન છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું પરંતુ જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ ના ફાળવવામાં આવતા વાલીઓ અને સંચાલકો ચિંતામાં છે..ધોરણ 6માં નિઃશુલ્ક શિક્ષણ આપવા શિક્ષણ વિભાગે જાહેરાત કરી 27 એપ્રિલે એન્ટ્રન્સ ટેસ્ટ યોજી હતી. પરંતુ હજી સુધી તેનું પરિણામ નથી આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news